ETV Bharat / bharat

Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો - ભારતમાં કોરોના રસીકરણ

દેશમાં કોરોનાના વધતા જતા કેસો (Corona cases in India)ને જોતા મેડિકલ એક્સપર્ટ ડૉ. એસ. ચંદ્રા કહે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In India) શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડૉક્ટરોએ પણ દાવો કર્યો છે કે, રાજ્ય ત્રીજી લહેરની ઝપેટ (Corona Third Wave In West Bengal)માં આવી ગયું છે.

Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

author img

By

Published : Jan 4, 2022, 7:01 PM IST

નવી દિલ્હી: દેશમાં કોવિડ સંક્રમણના કેસ (Corona cases in India) સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, મંગળવારે દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron cases in India)ના કુલ 1,892 કેસ નોંધાયા હતા. આ સિવાય કોરોનાના કુલ 37,379 નવા કેસ (Corona In India) પણ નોંધાયા છે. આ આંકડાઓને જોતા તબીબી નિષ્ણાતોએ ત્રીજી લહેર શરૂ (Corona Third Wave In India) થયાની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, 28 ડિસેમ્બરથી પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના કેસો (Corona cases in west bengal)માં મોટો વધારો નોંધાયો છે. કોલકાતાના ડોક્ટરોનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળ કોવિડ-19 રોગચાળાની ત્રીજી લહેર (Corona Third Wave In West Bengal)થી પ્રભાવિત છે. આ લહેર ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચેપ તેની ટોચ પર પહોંચી શકે છે.

ત્રીજી લહેર બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય

  • #WATCH | We seem to be at beginning of the third wave. Although cases are rising, the mortality rate is still very low. The third wave won't be as severe as the second wave: Dr. S Chandra, Consultant Physician, Internal & Travel Medicine, Helvetia Medical Center, Delhi pic.twitter.com/I0zfzKGy5G

    — ANI (@ANI) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ડૉ. એસ. ચંદ્રા કહે છે કે, આપણે ત્રીજી લહેરની શરૂઆતમાં છીએ. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમણના કેસો વધી રહ્યા છે. જો કે મૃત્યુ દર હજુ પણ ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર કોવિડની બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. તેમણે કહ્યું કે, હવે ઓમિક્રોન મુખ્ય સ્ટ્રેન બની જશે. તેના લક્ષણો ઓછા ગંભીર હોવાથી ગભરાવાની જરૂર નથી. રસી લેનારાઓ પણ ઓમિક્રોનની ઝપેટમાં આવી રહ્યા છે, કારણ કે રસી ઓમિક્રોનમાં મ્યુટેશન (omicron mutation in india)ના કારણે પુરતી પ્રભાવશાળી ના થઈ શકે.

આ પણ વાંચો: Bharat Biotech Nasal Vaccine: બૂસ્ટર ડોઝ તરીકે ભારત બાયોટેકની નેઝલ વેક્સિન આપવા અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય

વેક્સિન લેવાની આપી સલાહ

ડૉ. એસ. ચંદ્રાએ કહ્યું કે, ઓમિક્રોનના દર્દીઓમાં કોરોનાના લક્ષણો (omicron patients symptoms) હળવા અને મધ્યમ હોય છે. આ સ્થિતિમાં દર્દી 3થી 4 દિવસમાં સામાન્ય હોઇ શકે છે. તેમણે લોકોને રસી લેવાની સલાહ આપી. તેમનું કહેવું છે કે આ રસી (Corona Vaccination In India) કોરોનાના સંભવિત જોખમને ઘટાડે છે. બીજી તરફ, દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ (Corona positivity rate in Delhi) વધીને 8.5% થઈ ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે, મંગળવારે 5,500 નવા કોરોના દર્દીઓ આવી શકે છે. દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કહ્યું કે, છેલ્લા 8-10 દિવસમાં દિલ્હીમાં લગભગ 11,000 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 350 દર્દીઓ હોસ્પિટલમાં છે. ફક્ત 124 દર્દીઓને ઓક્સિજનની જરૂર છે અને 7 વેન્ટિલેટર પર છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 568 કેસ નોંધાયા હતા. તે પછી દિલ્હી (382), કેરળ (185), રાજસ્થાન (174), ગુજરાત (152) (Omicron cases in Gujarat) અને તમિલનાડુ (121)નું સ્થાન આવે છે. ભારતમાં કોવિડની સંખ્યા 37,379 નવા કેસ સાથે વધીને 3,49,60,261 થઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,71,830 થઈ ગયા છે.

આ પણ વાંચો: 66 Corona Positives on Cardilia Cruise : મુંબઈ-ગોવા ક્રૂઝ શિપ પર સવાર 66 યાત્રી કોવિડ પોઝિટિવ મળ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.