ETV Bharat / bharat

માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો કોરોના, એક પર્વતરોહક થયો કોરોના સંક્રમિત - કાઠમાંડુ હોસ્પિટલ

વિશ્વમાં હવે એવી કોઈ જગ્યા બાકી નહીં હોય કે જ્યાં કોરોના વાઈરસ ફેલાયો નહીં હોય. વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર કોરોના વાઈરસ પહોંચી ગયો છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટની આધાર શિબિરમાં નોર્વેનો એક પર્વતરોહક કોરોના સંક્રમિત થયો છે, જેના કારણે પર્વતારોહકોમાં ચિંતા જોવા મળી રહી છે.

માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો કોરોના, એક પર્વતરોહક થયો કોરોના સંક્રમિત

author img

By

Published : Apr 24, 2021, 9:32 AM IST

  • માઉન્ટ એવરેસ્ટની આધાર શિબિરમાં એક પર્વતારોહક કોરોના સંક્રમિત
  • કોરોના સંક્રમિત પર્વતારોહકને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયો
  • શિબિરમાં હાજર તમામ લોકોનો ઝડપથી કોરોના ટેસ્ટ કરવો પડશે

કાઠમાંડુ (નેપાળ): કોરોના વાઈરસનો પ્રકોપ હવે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પણ જોવા મળ્યો છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટના આધાર શિબિરમાં રહેતા નોર્વેના એક પર્વતરોહક કોરોના સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. તેમને હેલિકોપ્ટરથી કાઠમાંડુની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગરના 2 ડોક્ટર સંક્રમિત હોવા છતાં કોરોના દર્દીઓની કરી રહ્યા છે સતત સારવાર

15 એપ્રિલે પર્વતારોહક કોરોના સંક્રમિત થયા હતા

પર્વતારોહક એર્લેન્ડ નેસ્ટે શુક્રવારે કહ્યું હતું કે, 15 એપ્રિલે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ગુરુવારે તેમનો કોરોના રિપોર્ટ કરાવતા તેઓ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ અત્યારે નેપાળમાં એક સ્થાનિક પરિવાર સાથે રહે છે. આ અંગે અનુભવી ગાઈડ ઓસ્ટ્રિયન લુકાસ ફર્નબેશે કહ્યું હતું કે, આધાર શિબિરમાં હાજર તમામ લોકોનો કોરોના ટેસ્ટ ઝડપથી ન કરવામાં આવ્યો તો સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોરોના બેકાબૂ, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતાર

આધાર શિબિરમાં મોટા પાયે કોરોનાના ટેસ્ટ કરવા પડશે

આ સાથે જ પર્વતારોહકે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે આપણે ઈમરજન્સી સ્થિતિમાં આધાર શિબિરમાં મોટા પાયે કોરોનાના ટેસ્ટ કરવા પડશે. દરેક પર્વતારોહકની તપાસ થશે. દરેક ટીમને અલગ અલગ રાખવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.