- કોરોનાના દર્દીઓની પ્લાઝ્મા થેરાપીથી નહીં થાય સારવાર
- ICMRની ગયા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં પ્લાઝ્મા થેરાપી અંગે થઈ હતી ચર્ચા
- ICMRના નિર્ણયથી સરકાર સંમત થઈને સરકારે પણ લગાવ્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ સરકારે સોમવારે દેશમાં કોરોના સંકટ વચ્ચે સારવાર દરમિયાન કોરોનાના દર્દીઓને આપવામાં આવતી પ્લાઝ્મા થેરાપી પર પ્રતિબંધ લાદ્યો છે. સરકારને જાણવા મળ્યું હતું કે, પ્લાઝ્મા થેરાપી કોરોનાની ગંભીર બીમારીને દૂર કરવા અને મોતના કેસ ઘટાડવામાં ફાયદાકારક સાબિત નથી થઈ.
આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી, સારવાર હેઠળ રહેલો કોરોના દર્દી ભાગી જતા તંત્રમાં દોડધામ
ICMRની ગયા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોના માટે બનાવવામાં આવેલી રાષ્ટ્રીય કાર્ય બળ ICMRની ગયા અઠવાડિયે યોજાયેલી બેઠક દરમિયાન તમામ સભ્યો પ્લાઝ્મા થેરાપીને ક્લિનિકલ મેનેજમેન્ટ દિશા-નિર્દેશ હટાવવા પર સંમત થયા હતા. ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે સારવારની અલગ વ્યવસ્થા, જાણો કેવી રીતે થાય છે આ રોગ?
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને પણ પ્લાઝ્મા થેરાપી અંગે ચેતવ્યા હતા
પ્લાઝ્મા થેરાપીને કોરોનાના દર્દીઓની સારવારમાં અસરકારક નથી ગણવામાં આવી. ભારતીય તબીબી સંશોધન પરિષદના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, કાર્યબળના વયસ્ક કોરોનાના દર્દીઓ માટે સારવાર સંબંધિત ક્લિનિકલ પરામર્શમાં સંશોધન કરતા પ્લાઝ્મા થેરાપીને હટાવી દીધી છે. આપને જણાવી દઈએ કે, કેટલાકી મેડિકલ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનને દેશમાં કોરોનાની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીના ઉપયોગને તર્કવિહોણું અને ગેરવૈજ્ઞાનિક ઉપયોગ જાહેર કરતા ચેતવ્યા હતા.