નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ- 19 (Covid-19 new cases)ના 27,553 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે એક દિવસમાં સંક્રમણને કારણે અન્ય 284 લોકોના મોત થયા છે. તો બીજી તરફ દેશમાં કોરોના વાઈરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા 1500ને વટાવી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી
અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસની સંખ્યા (Omicron Update India) વધીને 1,525 થઈ ગઈ છે અને તે 23 રાજ્યોમાં (omicron cases in 23 states) ફેલાઈ ગઈ છે. મહારાષ્ટ્ર 460 કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, ત્યારબાદ દિલ્હી 351 કેસ સાથે બીજા ક્રમે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
68 કરોડ લોકોના કોવિડ- 19 સેમ્પલનું પરીક્ષણ કરાયું
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર 9,249 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, ત્યારબાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,42,84,561 થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ હાલમાં 98.27 ટકા છે. જ્યારે 1,22,801 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 25,75,225 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 145.44 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 68 કરોડ લોકોના કોવિડ- 19 સેમ્પલનું પરીક્ષણ (Covid-19 sample test) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: PM Modi Visits Meerut : વડાપ્રધાન મોદી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ
આ પણ વાંચો: Worlds Shortest Woman Elif Kocaman Died: વિશ્વની સૌથી ટૂંકી મહિલા એલિફ કોકામનનું નિધન