- ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે WHOએ ચિંતા વ્યક્ત કરી
- વિશ્વ માટે કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થશેઃ WHO
- ભારતમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છેઃ WHO
ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં કોરોનાની સ્થિતિ સતત બેકાબૂ બની રહી છે. ત્યારે દેશમાં અનેક દેશ તરફથી મદદ પહોંચાડવામાં આવી રહી છે. તો કેટલાક દેશ ભારતની સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. હવે WHOએ પણ ભારતની કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં દરરોજ કોરોનાના કેસ 3 લાખથી વધુ આવી રહ્યા છે. તો કેટલાક રાજ્યોમાં કોરોનાના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
આ પણ વાંચોઃ WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું, ભારતમાં કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક
અમેે ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, માસ્ક અને ઘણા મેડિકલ સંસાધનો પહોંચાડી રહ્યા છીએઃ WHO
WHOના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થઈ રહ્યા છે અને મૃત્યુ પણ પામી રહ્યા છે. WHO તરફથી માહિતી આપવામાં આવી છે કે, અમે ભારતની કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ભારતે જોઈતી તમામ મદદ સમયસર પહોંચાડવામાં આવી રહી છે. WHOની મદદથી ભારતમાં ઘણા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, માસ્ક અને ઘણા મેડિકલ સંસાધનો મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડે બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે WHOની મંજૂરી
નેપાળ, શ્રીલંકા, કંબોડિયા જેવા દેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે
ભારતમાં હાલમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક થઈ છે. જ્યારે અન્ય દેશ પણ કોરોનાની બીજી લહેરથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા, વિયતનામ, કંબોડિયા, થાઈલેન્ડ અને ઈજિપ્તમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.