ETV Bharat / bharat

દેશમાં કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. દેશમાં દૈનિક કોરોનાના કેસ 1 લાખથી નીચે આવી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા છે. આટલા ઓછા કેસ 74 દિવસ પછી નોંધાયા છે.

દેશમાં કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા
author img

By

Published : Jun 16, 2021, 11:18 AM IST

  • દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો
  • 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસ 1 લાખથી ઓછા નોંધાયા
  • દેશમાં 74 દિવસ પછી સૌથી ઓછા કેસ નોંધાયા

હૈદરાબાદઃ દેશમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. કારણ કે, દેશમાં દૈનિક કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા છે. જ્યારે 2,542 દર્દીના મોત થયા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 352 પોઝિટિવ કેસ, 4 દર્દીના થયા મૃત્યુ

દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 4 લાખની નજીક પહોંચી

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,96,33,105 થઈ છે. જ્યારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3,79,573 થઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા

દેશમાં 26 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, 24 કલાક દરમિયાન 1,07,628 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વર્તમાનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 8,65,432 છે. એક તરફ કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ રસીકરણમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોનું રસીકરણ થયું છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 26,19,72,014 લોકોનું કોરોના રસીકરણ થઈ ચૂક્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.