ETV Bharat / bharat

ગાંધીજીના હત્યારાના નામે રોડનું નામ રાખી દેતા બબાલ, તાત્કાલિક બોર્ડ ઊતારી દીધું

કર્ણાટકના કરકલા તાલુકાના બોલા ગામમાં (Karkala taluk of Udupi district) એક રોડનું નામ નથુરામ ગોડસે છે એવું બોર્ડ લગાવાતા હોબાળો મચી ગયો હતો. રસ્તાની સાઈડ પર લગાવવામાં આવેલા બોર્ડે (Road Side Board) નવો વિવાદ ઉભો કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડ બે દિવસ પહેલા લગાવવામાં આવ્યું હતું.પરંતુ સોમવારે તે પ્રકાશમાં આવ્યું હતું.

ગાંધીજીના હત્યારાના નામે રોડનું નામ રાખી દેતા બબાલ, તાત્કાલિક બોર્ડ ઊતારી દીધું
ગાંધીજીના હત્યારાના નામે રોડનું નામ રાખી દેતા બબાલ, તાત્કાલિક બોર્ડ ઊતારી દીધું
author img

By

Published : Jun 6, 2022, 8:26 PM IST

ઉડુપી: કર્ણાટકના કરકલા તાલુકના હોલા (Karkala taluk of Udupi district) ગામે એક રસ્તાનું નામ નથુરામ ગોડસે (Nathuram Godse Road) રાખી દેતા હંગામો થયો છે. જોકે, આ બોર્ડ બેથી ત્રણ દિવસ જૂનું હોવાની વાત સામે આવી હતી. સોમવારે સૌના ધ્યાનમાં આ બોર્ડ આવતા યુદ્ધના ધોરણે એને દૂર કરી દેવામાં (Karkala rural police) આવ્યું હતું. ગાંધીજીના હત્યારાના નામે રસ્તાનું નામ કરણ થતા મામલો ગરમાયો હતો.

આ પણ વાંચો: જેતપુરમાં કુતરાને લોખંડના પાઇપ વડે ક્રુરતાપુર્વક માર મારતા મોત નીપજ્યું

કન્નડ ભાષામાં છે બોર્ડ: જે રોડ પર આ બોર્ડ લગાવાયું છે એ બોલા ગ્રામપંચાયત ઓફિસની એકદમ નજીક છે. તેના પર કન્નડ ભાષામાં લખેલું 'પદુગીરી નાથુરામ ગોડસે રોડ' નામનું બોર્ડ છે. રોડના નામના બોર્ડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના કારણે તેની આકરી ટીકા થઈ રહી છે. બોલા ગ્રામપંચાયતના પીડીઓ (પંચાયત વિકાસ અધિકારી) એ જણાવ્યું કે પંચાયતે રસ્તાનું નામ નથુરામ ગોડસેના નામ પર રાખવાનો કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. બોર્ડ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લગાવવામાં આવ્યું છે. દરમિયાન, બોલા ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કરકલા ગ્રામીણ પોલીસે સોમવારે સ્થળની મુલાકાત લીધી હતી અને મામલો ફૂંકાતા જ બોર્ડ હટાવી દીધું હતું.

આ પણ વાંચો: કોરિયન બેન્ડના વીડિયોનું વ્યસન કિશોરીને આત્મહત્યા તરફ દોરી ગયું

કોંગ્રેસે વિરોધ કર્યો: જ્યારે આ વાતની જાણ કર્ણાટકના કોંગ્રેસ નેતા તથા આગેવાનોને થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, આ બોર્ડ હટાવી દેવામાં આવે અને અજાણ્યા શખ્સો સામે પગલાં ભરવામાં આવે. જિલ્લા પંચાયતના અધિકારી પ્રસન્નાએ ઉમેર્યું કે, હાલમાં અમે એ બોર્ડ કાઢી નાંખ્યું છે. આ અંગે એક રીપોર્ટ તૈયાર કરીને અધિકારીઓેને સોંપી દીધો છે. જોકે, નથુરામના નામે આવું થયું હોય એવું કર્ણાટક એક માત્ર રાજ્ય નથી. આ પહેલા ગુજરાતના જામનગરમાં પણ નથુરામની જયંતિ ઉજવાતા હોબાળો મચી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.