ETV Bharat / bharat

ચેન્નાઈના અનેક જિલ્લાઓને કમોસમી વરસાદે ઘમરોળી નાખ્યા, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ - પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા

બુધવાર રાતથી ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદનું પ્રમાણ એટલું બધું છે કે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યનો ડીઆરએફ કર્મચારીઓ સતત રાહત અને બચાવકાર્યમાં લાગેલા છે. Chennai Heavy Rain Wednesday night State Disaster Response Force

ચેન્નાઈના અનેક જિલ્લાઓને કમોસમી વરસાદે ઘમરોળી નાખ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 2:53 PM IST

ચેન્નાઈઃ વાતાવરણમાં ઉત્તર પૂર્વીય ડિસ્ટર્બન્સને લીધે બુધવારે ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. જેમાં તાંબરમ, પલ્લાવરમ, અવાડી અને તિરુવલ્લૂર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ગત રાત્રે તમિલનાડુના કેબિનેટ પ્રધાન પી. કે. શેખરબાબુ, ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન મેયર આર. પ્રિયા, કમિશ્નર જે. રાશકૃષ્ણને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે.

આ ઉપરાંત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 57 કર્મચારીઓ રેસ્ક્યૂ બોટ્સ, લાઈફ જેકેટ અને અન્ય રેસ્ક્યૂ ઈક્વિપમેન્ટ સાથે રેસ્કયૂ ઓપરેશન કરી રહ્યા છે. પ્રધાને જણાવ્યું કે ચેન્નાઈના અનેક વિસ્તારોમાં 10 સેમીથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અંબતૂરના અવાડી રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, મેંગ્લોર સેન્ટ્રલ મેલ, અલ્લાપ્પુઝા એસએફ એક્સપ્રેસ નીલગિરી એસએફ એક્સપ્રેસ, પલક્કડ એસએફ એક્સપ્રેસ અને કાવેરી એક્સપ્રેસ મોડી રવાના થઈ હતી. અવાડી પોલીસ સ્ટેશનમાં જ વરસાદના પાણી ઘુસી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ જનરેટર કામે લગાડીને સ્ટેશનમાંથી પાણી બહાર કાઢ્યું હતું.

ચેમ્બરબક્કમ તળાવનું જળસ્તર 2,888 ક્યુબિક ફિટ હતુ જે રાત્રે ભારે વરસાદને લીધે વધીને 3,256 ક્યુબિક ફિટ થઈ ગયું છે. આ તળાવની જળ ક્ષમતા 3,645 ફિટ છે જેમાં અત્યારે 3,265 ક્યુબિક ફિટ જેટલું પાણી ભરાયેલ છે. તળાવમાંથી 389 ક્યુબિક ફિટ વધારાનું પાણી છોડી દેવામાં આવ્યું છે.

જે વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને જીવન જરુરિયાત ચીજ વસ્તુઓ મેળવવામાં તકલીફ પડી રહી છે. એસડીઆરએફની ટીમ પૂર જોશથી રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

  1. Sikkim Flood: સિક્કિમમાં વાદળ ફાટ્યું, તિસ્તા નદીમાં પૂર, સેનાના 23 જવાન ગુમ
  2. Libya floods: પૂર બાદ લીબિયાનું ડેરના નેસ્તનાબૂદની સ્થિતિમાં, 5300નાં મોતની આશંકા, 10,000 લાપતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.