અમદાવાદઃ ગયા વર્ષે ખેડા જિલ્લામાં પાંચ વિધર્મી યુવકોની જાહેરમાં મારપીટ થઈ હતી. ગુજરાત હાઈ કોર્ટે આ કેસમાં 4 પોલીસ કર્મચારીઓને અવમાનના અંતર્ગત દોષી ઠેરવ્યા છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને એમ. આર. મેંગડેની સંયુક્ત બેન્ચે કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મચારીઓ પર સત્તાવાર આરોપો નક્કી કર્યા છે.
5 વિધર્મી યુવકોની જાહેરમાં મારપીટઃ સુનાવણી દરમિયાન આરોપોનો સામનો કરનાર પોલીસ કર્મચારીઓ પૈકી એક ડી.બી. કુમાવતે કહ્યું કે આ ઘટનામાં તેમની કોઈ સક્રીય ભૂમિકા ન હતી. જો કે ન્યાયાધીશ સુપેહિયાએ ઘટના સ્થળે પોલીસ કર્મચારીઓની હાજરીની નોંધ લીધી અને કુમાવતના નિવેદનને રદિયો આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પીડિતોને બચાવવામાં તમે નિષ્ક્રિય રહ્યા છો, જેના પરિણામે 5 વિધર્મી યુવકોને જાહેરમાં મારપીટના ભોગ બનવું પડ્યું.
જાહેરમાં મારપીટ અપમાનજનકઃ ન્યાયાધીશ સુપેહિયાએ કહ્યું કે, આ વિધર્મી યુવકોને જાહેરમાં કોડા લગાવવામાં આવી રહ્યા હતા. જેનાથી તમારે તેમનું રક્ષણ કરવું જોઈતું હતું. જાહેરમાં આ રીતની સજા કરવી એ કોઈનું પણ અપમાન કરવા બરાબર અને અયોગ્ય છે. તમે લોકોએ આ ઘટનાની સહમતિ નથી આપી અને કોઈ સક્રિય ભૂમિકા ભજવી તે હકીકત છે.
4 પોલીસ કર્મચારીઓ પર આરોપઃ રિપોર્ટ અનુસાર દરેક વીડિયોને જોઈને ખબર પડે છે કે જાહેરમાં ઊભેલા લોકો દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમને પોલીસ યુનિફોર્મ પહેરેલા પોલીસ કર્મચારીઓ દ્વારા નિયંત્રણ કરવામાં આવી રહ્યા છે. અવમાનના આરોપનો સામનો કરતા પોલીસ કર્મચારીઓમાં એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ અને રાજુ રમેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે.
11 ઓક્ટોબર સુધીનો સમય અપાયોઃ આ પોલીસ કર્મચારીઓ પર ડી.કે.બસુ કેસમાં ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈનનો ભંગ કરવાનો આરોપ છે. હાઈ કોર્ટે આ આરોપીઓને પોતાના બચાવમાં સોગંદનામુ કરવા માટે 11 ઓક્ટોબર સુધીનો સમય આપવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીજેએમે કહ્યું કે આ ઘટનામાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓની ઓળખ થવી મુશ્કેલ છે.