લદાખઃ કૉંગ્રેસે સાંસદ રાહુલ ગાંધી લદાખના પ્રવાસે છે. તેમણે પૈંગોંગ સરોવરની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે કુદરતી સૌંદર્યની મજા માણી હતી. તેમણે બાઈક રાઈડિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે. શુક્રવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસીય લદાખ પ્રવાસે નીકળ્યા હતા.
2 વખત જમ્મુ આવ્યા પણ લદાખ ન જઈ શક્યાઃ અગાઉ તેમણે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને જમ્મુનો પ્રવાસ કર્યો હતો. તેઓ પદયાત્રા દરમિયાન ખીણના અનેક વિસ્તારોમાં પગપાળા ચાલ્યા હતા. આ યાત્રામાં તેમણે લદાખ જવાની તક મળી નહતી. ફેબ્રુઆરીમાં તેઓ ફરીથી જમ્મુ કાશ્મીર ગયા હતા જે તેમનો અંગત પ્રવાસ હતો. આ સમયે પણ તેઓ લદાખ જઈ શક્યા નહોતા.
યુરોપ પ્રવાસઃ મીડિયા રીપોર્ટ અનુસાર રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં યુરોપ ટૂર પર જશે. જેમાં તેઓ બેલ્જિયમ, નોર્વે અને ફ્રાંસનો પ્રવાસ કરશે. આ યાત્રા દરમિયાન તેઓ યુરોપિયન દેશોના સાંસદો, ભારતીય પ્રવાસીયો સાથે મુલાકાત કરશે.
અમેરિકા અને બ્રિટન પ્રવાસઃ આ વર્ષે મે મહિનામાં તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો. તે અગાઉ સાન ફ્રાન્સિસ્કો વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ગ જેવા ત્રણ શહેરોની મુલાકાત લીધી હતી. તેઓ વર્ષની શરૂઆતમાં બ્રિટન પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિમાં ભાષણ પણ આપ્યું હતું. આ ભાષણ ઘણું વિવાદાસ્પદ રહ્યું હતું. તેમના આ ભાષણમાં ભારતની લોકશાહી સંદર્ભે નિવેદન કરવામાં આવ્યા હતા. જેનો ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં પણ આ ભાષણ ચર્ચાની ચગડોળે ચઢયું હતું.