ETV Bharat / bharat

Rahul Gandhi: 'સત્ય અને ન્યાયનો વિજય થયો, જનતાના અવાજને કોઈ તાકાત કચડી શકશે નહીં'- રાહુલ ગાંધી - પૂર્ણેશ મોદી

મોદી અટકની ટીપ્પણી કેસમાં સુપ્રીમે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે, કૉંગ્રેસે આ નિર્ણયને આવકારતા કહ્યું કે જનતાના અવાજને કોઈ તાકાત કચડી નહીં શકે

રાહુલ ગાંધીને સુપ્રીમમાંથી રાહત
રાહુલ ગાંધીને સુપ્રીમમાંથી રાહત
author img

By

Published : Aug 4, 2023, 7:21 PM IST

નવી દિલ્હીઃ મોદી અટક પર ટીપ્પણી કરવાના મામલામાં રાહુલ ગાંધીને સુ્પ્રીમ કોર્ટ દ્વારા રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમે રાહુલની સજા આપતા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. આ ચૂકાદા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે, સત્ય અને ન્યાયનો વિજય થયો છે અને જનતાના અવાજને કોઈ તાકાત કચડી શકાશે નહીં.

લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત થશેઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે 'મોદી અટક' પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના સંબંધમાં 2019માં દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવીને, રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 'મોદી અટક' પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના સંબંધમાં 2019માં દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવીને, રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

પ્રિયંકા વાડ્રાની પ્રતિક્રિયાઃ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભગવાન બુદ્ધનો સંદર્ભ આપીને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી.

સૂર્ય, ચંદ્ર અને સત્ય આ ત્રણને લાંબા સમય સુધી સંતાડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ન્યાયપૂર્ણ ચૂકાદો આપ્યો તે બદલ ધન્યવાદ, સત્યમેવ જયતે---પ્રિયંકા ગાંધી વાડ્રા (મહાસચિવ, કૉંગ્રેસ)

જયરામ રમેશનું ટ્વિટઃ કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સત્ય અને ન્યાયની મજબૂત રજૂઆત છે. ભાજપી મશિનરીના અથાક પ્રત્યનો વિરૂદ્ધ રાહુલ ગાંધીએ પોતાના પર વિશ્વાસ રાખીને ઝુક્યા ન હતા.તેઓ કહેતા હતા કે, ભાજપ અને તેમના સમર્થકો માટે આ એક શીખ છે કે તમે ખરાબ કાર્યો કરી શકો છો, પણ અમે પીછેહઠ નહીં કરીએ.

કે. સી. વેણુગોપાલનું ટ્વિટઃ પાર્ટી સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલનું ટ્વિટઃ અમે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરીએ છીએ.આ રાહુલ ગાંધીના દ્રઢ વિશ્વાસ અને ન્યાયનો વિજય થયો છે. કોઈ પણ તાકાત જનતાના અવાજને કચડી શકાશે નહીં.

અધિર રંજનનો આગ્રહઃ કૉંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને આગ્રહ કર્યો હતો કે રાહુલ ગાંધીને સદનના સત્રમાં હાજર રહેવાની પરવાનગી આપો. આ વાતને સમર્થન કરતી વાત ચૌધરીએ સભાપતિ રાજેન્દ્ર અગ્રવાલને કહી હતી અને રાહુલ ગાંધીને સદનમાં પ્રવેશ આપવા પરવાનગીની માંગ કરી હતી.

કૉગ્રેસ હેડક્વાર્ટરમાં વિજયોત્સવઃ રાહુલ પાર્ટી હેડક્વાર્ટર 24 અકબર રોડ પર પહોંચ્યા જ્યાં તેમની હાજરીમાં કાર્યકર્તાઓએ વિજ્યોત્સવ મનાવો, ખૂબ સૂત્રોચ્ચાર કરીને ભવ્ય ઉજવણી કરી. અહીં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાઈકોર્ટના ચૂકાદાને ફગાવતી સુપ્રીમ કોર્ટઃ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી રાહુલ ગાંધીની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે 'મોદી સરનેમ' સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતાની સજા પર સ્ટે મૂકવાની તેમની અરજી ફગાવી દીધી હતી.

પૂર્ણેશ મોદીએ દાખલ કરેલ કેસઃ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભામાં 'મોદી અટક' વિશેની તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાહુલ વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

  1. Modi surname defamation: કોંગ્રેસમાં દિવાળી જેવો માહોલ, રાહુલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે, ચૂંટણી પણ લડશે
  2. Modi Surname Case: રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં રાહત, સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.