- પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની શમશેરગંજ બેઠકના ઉમેદવાર હતા હક
- કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા નિયમાનુસાર આ બેઠક પર ચૂંટણી ટાળી દેવાશે
- રાત્રે તબિયત બગડતા રિઝાઉલ હકને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કોરોના વાઇરસના કારણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું નિધન
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની શરશેરગંજ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રિઝાઉલ હકનું ગુરુવારે નિધન થયું છે. તેઓ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ હતા. જોકે, કોરોનાના કારણે ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે. હક થોડા દિવસ પહેલા જ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન
રિઝાઉલ હકનું સવારે 5 વાગ્યે થયું નિધન
આ અંગે જાણવા મળી રહ્યું છે કે, શમશેરગંજ વિધાનસબા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હકને બુધવારે જાંગીપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ રાત્રે તેમની તબિયત બગડતા તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે સવારે 5 વાગ્યે તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, શમશેરગંજ બેઠક પર 7મા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા નિયમાનુસાર આ બેઠક પર ચૂંટણી ટાળી દેવાશે.