ETV Bharat / bharat

દલાઇ લામાને ભારત રત્ન આપવાની માગ, પૂર્વ સીએમ શાંતા કુમારે લખ્યો PM ને પત્ર - દલાઇ લામા

પૂર્વ મુખ્ય પ્રધાન શાંતા કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગ કરી છે કે, દલાઇ લામાને ભારત રત્ન આપવામાં આવે અને તિબ્બતના મુદ્દાને યૂએનઓમાં ઉઠાવવામાં આવે. શાંતા કુમારે કહ્યું કે, 1950 માં જે ભયંકર ભૂલ થઇ હતી તેને સુધારવાનો ઇતિહાસે આજે એક શાનદાર અવસર આપ્યો છે. ભારત તરફથી આ બે પગલાને ઉઠાવવાથી વિશ્વમાં એકલા પડેલો ચીન સમગ્ર રીતે બેનકાબ થઇ જશે.

Confer Bharat Ratna on Dalai Lama
Confer Bharat Ratna on Dalai Lama
author img

By

Published : Nov 12, 2020, 9:27 AM IST

  • દલાઇ લામાને ભારત રત્ન આપવાની માગ
  • પૂર્વ સીએમ શાંતા કુમારે લખ્યો PM ને પત્ર
  • તિબ્બતના મુદ્દાને યૂએનઓમાં ઉઠાવવામાં આવે: શાંતા કુમાર

પાલમપુરઃ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શાંતા કુમારે વડા પ્રધાન મોદીને પત્ર લખીને એ માગ કરી છે કે, આ સમયની અત્યંત અનૂકુળ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતે બે કામ અતિશીધ્ર કરવા જોઇએ.

શાંતા કુમારે લખ્યું કે, દલાઇ લામાને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે અને તિબ્બતના વિષયને રાષ્ટ્રસંધમાં ઉઠાવવામાં આવે. મહામના દલાઇ લામાને વિશ્વના સૌથી મોટો પુરસ્કાર નોબલ પુરસ્કાર મળ્યો છે. અન્ય ઘણા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી પણ તેમને સમ્માનિત કરાયા છે. આ સમયે દલાઇ લામા વિશ્વમાં સૌથી વધુ સમ્માનિત થયેલા આધ્યાત્મિક નેતા છે. ભારતને પણ પોતાના ગુરૂ કહે છે. તેમને સમ્માનિત કરીને ભારત પણ સમ્માનિત થશે.

શાંતા કુમારે કહ્યું કે, શાન્તિપ્રિય અને દુનિયાને મહાત્મા બુદ્ધનો શાંતિનો ઉપદેશ આપનારા તિબ્બતના નરસહાર 21 મી સદીની સૌથી મોટી ત્રાસદી છે. 1950 માં કોંગ્રેસ સરકારે એક પાપ કર્યું હતું, જ્યારે ચીનને તિબ્બત પર અધિકાર કરવા દીધો હતો. તે સમયે વિશ્વના અમેરિકા જેવા સૌથી મોટા દેશ એ ઇચ્છતા હતા કે, ભારત તિબ્બત પ્રશનને રાષ્ટ્રસંઘમાં ઉઠાવ્યો હતો. તે દરમિયાન પ્રબળ સમર્થન મળતા તિબ્બત બચી જાય છે અને ભારતની સીમા ચીનથી ક્યારેય મળતી નથી.

તેમણે કહ્યું કે, ચીન પુરી દુનિયા માટે એક સંકટ બન્યું છે. લદ્દાખમાં ઘુસણખોરી કરી રહ્યું છે. વાતચીત સફળ થઇ નથી. સેના પ્રમુખ વિપિન સિંહ રાવતે યુદ્ધની આશંકા મોકલી છે. ચીનથી સૌથી મોટો ખતરો ભારતને છે. આજે ચીન પુરા વિશ્વમાં એકલો થઇ ગયો છે. અમેરિકા જેવા મોટા દેશ પણ તેને એક સંકટ માને છે.

શાંતા કુમારે કહ્યું કે, 1950 માં જે ભયંકર ભૂલ થઇ હતી તેને સુધારવાનો ઇતિહાસે આજે આપણને એક અવસર પ્રદાન કર્યો છે. ભારત તરફથી આ બે પગલા ઉઠાવવાથી વિશ્વમાં એકલો પડેલો ચીન પુરી રીતે બેનકાબ થઇ જશે.

આ પણ વાંચોઃ વડા પ્રધાન મોદી આજે કરશે ભારત-આસિયાનના વર્ચ્યુઅલ સમ્મેલનની સહ- અધ્યક્ષતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.