ETV Bharat / bharat

છ રાજ્યો દ્વારા પસાર કરાયેલા ઠરાવનું તુલનાત્મક વિશ્લેષણ

પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળ- આ 6 રાજ્યોની સરકારે 3 કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ઠરાવ પસાર કરી ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ કરી છે. આ રાજ્યોમાં ભાજપનું શાસન નથી.

કૃષિ કાયદાઓ
કૃષિ કાયદાઓ
author img

By

Published : Feb 12, 2021, 7:47 PM IST

હૈદરાબાદ: કૃષિ અધિનિયમનનો વિરોધ કરવા ખરડો મંજૂર કરનારું પંજાબ પ્રથમ રાજ્ય છે.

ભાજપ સિવાયના તમામ વિપક્ષો, જેમણે વિશેષ સત્રથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું, તેમની બધાની સહમતિથી ખરડો મંજૂર થયો અને રાજ્યપાલને સોંપવામાં આવ્યો.

ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) સ્પેશિયલ પ્રોવિઝન એન્ડ પંજાબ એમેન્ડમેન્ટ બિલ 2020 હેઠળ રાજ્ય સરકારને ટેકાના ભાવથી ઓછા ભાવે ઘઉં કે ડાંગરનું ખરીદ કે વેચાણ કરનાર કોઈ પણ વ્યક્તિને દંડ ફટકારવા કે ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા કરવાનો અધિકાર મળે છે.

ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ સ્પેશિયલ પ્રોવિઝન એન્ડ પંજાબ એમેન્ડમેન્ટ બિલ 2020 હેઠળ ટેકાના ભાવથી નીચા ભાવે જણસ વેચવા ખેડૂતોને પરેશાન કરતી કોઈ પણ વ્યક્તિને સજાને પાત્ર બનશે.

ધ એસેન્શિયલ કોમોડિટીઝ સ્પેશિયલ પ્રોવિઝન એન્ડ પંજાબ એમેન્ડમેન્ટ બિલ 2020માં કૃષિ પેદાશોની સંગ્રહખોરી અને કાળાં બજાર ઉપર દેખરેખ રાખવાની જોગવાઈ છે. તેમાં સરકારને જથ્થાત્મક નિયંત્રણનો અધિકાર મળે છે.

ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ 2020 હેઠળ 2.45 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતો જો ધિરાણ પરત ન ચૂકવી શકે, તો રિકવરીની પ્રક્રિયા દરમ્યાન તેમની જમીનની જપ્તિમાંથી રાહત મળશે.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓને ઔપચારિક રીતે નકારનારા પંજાબ પછીનું કોંગ્રેસનું શાસન ધરાવતું બીજું રાજ્ય રાજસ્થાન બન્યું

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને નકારવા માટે રાજ્ય સરકારે મૂકેલા ત્રણ ખરડામાં ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) (રાજસ્થાન એમેન્ડમેન્ટ) બિલ, 2020, ધ ફાર્મર્સ (એમ્પાવર્મેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ (રાજસ્થાન એમેન્ડમેન્ટ) બિલ, 2020, અને ધ એસેન્શિયલ કોમોડિટીઝ (સ્પેશિયલ પ્રોવિઝન્સ એન્ડ રાજસ્થાન એમેન્ડમેન્ટ) બિલ 2020 સામેલ છે.

આ અધિનિયમો દ્વારા રાજસ્થાન એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ્સ ઍક્ટ, 1961ના નિયમનકારી માળખા દ્વારા રાજ્યમાં કૃષિ ક્ષેત્રને સલામત બનાવવાનો પ્રયાસ કરાયો, જેથી ખેડૂતો, ખેત મજૂરો અને કૃષિ તેમજ સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા અન્ય લોકોની આજીવિકા સુરક્ષિત બનાવી શકાય. આ ખરડાઓમાંનો એક ખરડો ખેડૂતોને કનડગત માટે ત્રણથી સાત વર્ષની જેલ તેમજ રૂા. પાંચ લાખના દંડની જોગવાઈ ધરાવે છે.

પાકના વેચાણ કે ખરીદી માટેની કોઈ પણ સમજૂતી, કૃષિ પેદાશનો ભાવ જો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રવર્તમાન લઘુતમ ટેકાના ભાવ જેટલો અથવા તો તેનાથી વધુ ન હોય માન્ય ગણાશે નહીં, એમ ફાર્મર્સ એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ બિલ જણાવે છે.

એસેન્શિયલ કોમોડિટીઝ ઍક્ટમાં સુધારો કરનારા ખરડા હેઠળ ગ્રાહકોને કૃષિ પેદાશની સંગ્રહખોરી અને કાળાં બજાર સામે રક્ષણ આપવાનો તેમજ ખેડૂતોનાં હિત સુરક્ષિત બનાવવાનો ઠરાવ છે.

કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ખરડો પસાર કરનારું ત્રીજું રાજ્ય બન્યું છત્તીસગઢ

છત્તીસગઢ કૃષિ ઉપજ મંડી (એમેન્ડમેન્ટ) બિલ, 2020 વિધાનસભામાં મંજૂર કરાયું, જેમાં ખેડૂતોને બજાર ભાવની વધઘટ સામે રક્ષણ આપવાની જોગવાઈ કરાઈ. આ અધિનિયમન મંજૂર કરવા માટે વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું.

અધિનિયમનને પગલે સરકારને જાહેર કરાયેલી કૃષિ જણસના વેચાણના નિયમન માટે ડીમ્ડ મંડીઓ સ્થાપવાનો અથવા તો ખાનગી બજારોને ડીમ્ડ મંડીઓ જાહેર કરવાનો અધિકાર મળે છે, એમ એક કોંગ્રેસ પક્ષના મંત્રીએ જણાવ્યું હતું.

અધિનિયમનમાં બજાર સમિતિ અથવા બોર્ડના સેક્રેટરી કે કોઈ પણ કર્મચારી, જેને સત્તા ધરાવતા અધિકારી અથવા નિયુક્ત કરાયેલા અધિકારી દ્વારા સત્તા સોંપાઈ હોય, તે કોઈ પણ વ્યક્તિ પાસેથી નક્કી કરાયેલી કૃષિ પેદાશના ખરીદ અને વેચાણ સંબંધિત ઉત્પાદનના હિસાબો માગવાનો અધિકાર ધરાવે છે. આ અધિકારીઓને જરૂર જણાય તો સ્ટોરેજ સવલતો (ગોડાઉન) અને વાહનો તપાસવાનો અને જપ્ત કરવાનો અધિકાર પણ છે.

આ અધિનિયમનને પગલે રાજ્ય સરકારને નક્કી કરાયેલી કૃષિ પેદાશના વેચાણ માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપવાની મંજૂરી મળે છે.

કૃષિ મંત્રી રવીન્દ્ર ચૌબેએ જણાવ્યું હતું કે રાજ્યના મંડી ઍક્ટમાં સુધારા કરવાથી ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે વધુ સારા ભાવ મળશે, આ ખરડાને કારણે કેન્દ્ર સરકારના કોઈ પણ કાયદાનો ભંગ થતો નથી, એટલે કેન્દ્ર સરકાર સામે કોઈ પણ પ્રકારનો વિરોધ ટાળવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 80 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. તેઓ અનાજ સંગ્રહ કરવાની કે વાજબી ભાવ મેળવવા બાર્ગેઇન કરવાની ક્ષમતા ધરાવતા નથી, એટલે તેમના ફાયદા માટે ડીમ્ડ મંડી અને ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપવાં જરૂરી છે.

કેન્દ્રના કૃષિ કાયદાની સામે મેદાને પડેલું ચોથું રાજ્ય છે દિલ્હી

આપના નેતા અને દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત દ્વારા વિધાનસભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરવા ઠરાવ લાવવામાં આવ્યો.

ગૃહમાં કેન્દ્ર સરકારના ત્રણેય સુધારાને નકારવામાં આવ્યા અને ભારત સરકારને દેશના હિતમાં પગલાં લેવા માટે ભારપૂર્વક જણાવાયું અને સંસદમાં તાજેતરમાં પસાર થયેલા કૃષિ કાયદાને તાત્કાલિક અસરથી પાછા ખેંચવા અને તમામ પાકોને લઘુતમ ટેકાના ભાવે ખરીદવાની ખાતરી આપતો અલગ ખરડો સંસદમાં પસાર કરવો તેમજ બીજી માગણીઓ પણ સ્વીકારવી, એમ ગહલોતના ઠરાવમાં જણાવાયું હતું.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે બાંયો ચડાવનારું પાંચમું રાજ્ય છે કેરળ

ઠરાવમાં જણાવાયું કે આ કૃષિ કાયદા કંપનીઓની સંયુક્ત તાકાત સામે ખેડૂતોની બાર્ગેઇનિંગ શક્તિ નબળી પાડશે.

કાયદામાં ખેડૂતોને રક્ષણ સુનિશ્ચિત કરતી જોગવાઈઓનો અભાવ છે. આ પરિસ્થિતિમાં, સરકાર ખરીદી પાછી ખેંચે તો દેશમાં અન્ન વિતરણ અને ખાદ્ય સુરક્ષા જોખમાશે અને પરિણામે સંગ્રહખોરી અને કાળાં બજારની પ્રવૃત્તિઓ વધશે.

ઉપરાંત, બંધારણના સાતમા અનુચ્છેદ હેઠળ કૃષિ, એ રાજ્યનો વિષય છે. કેમકે, તેનાથી રાજ્યોને ગંભીર અસર થાય છે, એટલે આ ખરડા આંતરરાજ્ય સમિતિમાં ચર્ચાય એ આવશ્યક છે. ઉપરાંત, ખરડા ઉતાવળે તેમજ સંસદની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યા વિના પસાર કરી દેવાયા છે, જે ગંભીર બાબત છે, એમ પણ ઠરાવમાં જણાવાયું હતું.

કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખરડો પસાર કરનારું છઠ્ઠું રાજ્ય બન્યું પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળની વિધાનસભાએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ સામે ઠરાવ પસાર કરતાં, તે વિરોધ પ્રદર્શન કરનારું છઠ્ઠું રાજ્ય બન્યું.

દિવસની શરૂઆતમાં જ મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કાયદા વિરુદ્ધ ઠરાવ ગૃહ સમક્ષ મૂકવામાં આવ્યો.

તુલનાત્મક વિશ્લેષણ :

1. પંજાબ અને રાજસ્થાન દ્વારા તેમની વિધાનસભામાં પસાર કરાયેલા પ્રતિ-ખરડાને જોઈએ તો બંને પરસ્પર લગભગ સમાન છે. ટેકાના ભાવથી નીચે ખરીદી માટે તેમજ ખેડૂતોને કનડગત માટે દંડ અને જેલની સજા ફટકારવાની જોગવાઈ બંનેએ કરી છે. જોકે, જેલ અને દંડની રકમ અલગ-અલગ છે. બંનેએ સંગ્રહખોરી ટાળવા માટે સ્ટોરેજ ગોડાઉનની સલામતિ તપાસની જોગવાઈ રાખી છે. પંજાબે કોડ ઓફ સિવિલ પ્રોસિજર (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ 2020 પણ પસાર કર્યું છે, જેમાં 2.45 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને લોન - ધિરાણોની રિકવરીની પ્રક્રિયા સામે રાહત મળે છે.

2. પંજાબ અને રાજસ્થાનથી અલગ, છત્તીસગઢ ખેડૂતોને બજાર ભાવની વધઘટથી બચાવવા માગે છે. તેણે ખરડા દ્વારા ડીમ્ડ મંડીઓ સ્થાપવા કે ખાનગી બજારોને ડીમ્ડ મંડીઓ જાહેર કરવાનો અધિકાર મેળવ્યો છે, જેથી નક્કી કરાયેલી કૃષિ પેદાશના વેચાણ ઉપર નિયમન લાદી શકાય. છત્તીસગઢે બજાર સમિતિ કે બોર્ડના સક્ષમ અધિકારી કે નિયુક્ત અધિકારી દ્વારા સત્તા ધરાવતા કોઈ પણ કર્મચારીને નક્કી કરાયેલી કૃષિ પેદાશના કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાયેલા ખરીદ કે વેચાણ સંબંધિત ઉત્પાદનના હિસાબો માગવાનો અધિકાર અપાયો છે. પંજાબ અને રાજસ્થાનની માફક છત્તીસગઢે પણ સંગ્રહખોરી ઉપર દેખરેખ રાખવા માટેની કલમ ઉમેરી છે. તેણે નક્કી કરાયેલી કૃષિ પેદાના વેચાણ માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપવાની જોગવાઈ પણ કરી છે.

3. પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢથી જુદી રીતે, બાકીનાં ત્રણ રાજ્યો - દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળે કેન્દ્ર સરકારના કાયદાઓને પાછા ખેંચવા વિધાનસભામાં ફક્ત ઠરાવ પસાર કર્યો છે અને ખાદ્ય સુરક્ષા, બંધારણીય માન્યતા અને ખેડૂતોના મૂળભૂત અધિકાર તેમજ હિતને ધ્યાનમાં રાખીને લઘુતમ ટેકાના ભાવ અંગે કાયદાની માગ કરી છે.

કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરતા ઠરાવ પસાર કરનારાં રાજ્યોટેકાના ભાવથી ઓછી કિંમતે ખરીદી માટે વિવિધ ઠરાવ હેઠળ દંડ અને જેલની સજાબજાર ફીઆવશ્યક ચીજવસ્તુઓનું નિયમનનાગરિક અદાલતોની સત્તા
પંજાબ પંજાબમાં, જો કોઈ ગ્રાહક ખેડૂતને ટેકાના ભાવથી ઓછી કિંમતે ડાંગર કે ઘઉં વેચવા દબાણ કરે તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ થશે અને દંડ ફટકારવામાં આવશે.

આ ખરડાઓને પગલે રાજ્ય સરકાર પાસે રાજ્યના એપીએમસી ઍક્ટ્સ હેઠળ સ્થપાયેલાં અથવા આવરી લેવાયેલાં બજારોની બહાર કૃષિ પેદાશની લે-વેચ માટે ફી વસૂલવાનો (ખાનગી વેપારીઓ તેમજ ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ ઉપર) અધિકાર મળે છે. આ રીતે એકત્ર થયેલી ફી પંજાબના કિસ્સામાં નાના અને સીમાંત ખેડૂતોના કલ્યાણ માટે, જ્યારે રાજસ્થાનમાં ખેડૂતોના કલ્યાણ તેમજ એપીએમસી ચલાવવા માટે ઉપયોગમાં લેવાશે..

આ ખરડાઓ જે-તે રાજ્ય સરકારને સત્તા આપે છે કે તે ઃ (1) આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, સપ્લાય અને વિતરણનું નિયમન કરી શકશે, અને (2) અસામાન્ય સંજોગોમાં જથ્થાત્મક નિયંત્રણો લાદી શકશે. આવા અસામાન્ય સંજોગોમાં (1) દુકાળ (2) ભાવ વધારો (3) કુદરતી આફત કે (4) અન્ય કોઈ પરિસ્થિતિ હોઈ શકે છે.

બંને રાજ્યોએ સરકાર, સંગ્રહખોરી ટાળવા માટે સ્ટોરેજ ગોડાઉનો ઉપર સલામતિ તપાસ કરી શકે તેવી જોગવાઈ પણ કરી છે.

પંજાબના અધિનિયમન હેઠળ ખેડૂતોને હાલના કેન્દ્ર સરકારના કાયદા હેઠળ ઉપલબ્ધ જોગવાઈઓ ઉપરાંત, નાગરિક અદાલતો કે હાલના કાયદા હેઠળના અન્ય ઉપાયો ઉપલબ્ધ બનાવાય છે.

રાજસ્થાનIn Rajasthan, if a buyer compels a farmer to enter into a farming agreement below MSP, it will attract imprisonment between three and seven years, or a fine up to five lakh rupees, or both.

રાજસ્થાનના ખરડામાં જોગવાઈ છે કે વિવાદના સંજોગોમાં નાગરિક અદાલતોનું અધિકારક્ષેત્ર રાજ્ય એપીએમસી ઍક્ટ અને નિયમો મુજબનું અને તેના હેઠળનું રહેશે. હાલમાં રાજ્ય એપીએમસી ઍક્ટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લગતી સમજૂતીઓ તેમજ વેપાર ભથ્થાંને લગતા વિવાદ માટે નાગરિક અદાલતોમાં જઈ શકાતું નથી.

છત્તીસગઢખરડા દ્વારા રાજ્ય સરકારને નક્કી કરાયેલી કૃષિ પેદાશના વેચાણના નિયમન માટે ડીમ્ડ મંડીઓ સ્થાપવાનો અથવા તો ખાનગી બજારોને ડીમ્ડ મંડીઓ જાહેર કરવાનો અધિકાર મળે છે. ખરડામાં સેક્રેટરીને કોઈપણ વ્યક્તિ પાસેથી નક્કી કરાયેલી કૃષિ પેદાશના ખરીદ અને વેચાણ સંબધિત ઉત્પાદનના હિસાબો માગવાનો અધિકાર સુનિશ્ચિત કરાયો છે.આ અધિકારીઓને જો જરૂર જણાય તો તેઓ સ્ટોરેજ સવલતો (ગોડાઉનો) અને વાહનોની તપાસનો અધિકાર પણ ધરાવે છે તેમજ તેઓ તેને જપ્ત પણ કરી શકે છે.
દિલ્હીઆ રાજ્યોએ વિધાનસભામાં ફક્ત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછા ખેંચવા તેમજ ખાદ્ય સુરક્ષા, બંધારણીય માન્યતા તેમજ ખેડૂતોના મૂળભૂત અધિકાર અને હિતને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવને કાયદાકીય સ્વરૂપ આપવાનો ઠરાવ પસાર કર્યો છે.
કેરળ
પશ્ચિમ બંગાળ

સ્ત્રોત ઃ માધ્યમોના અહેવાલો, પીઆરએસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.