ETV Bharat / bharat

LPG ગેસના ભાવમાં થયો આ મોટો ફેરફાર, જાણો નવી કિંમત - કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં (commercial lpg cylinder rate) આવ્યો છે. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા તેની કિંમત 2219 રૂપિયા હતી.

LPG ગેસના ભાવમાં થયો આ મોટો ફેરફાર, જાણો નવી કિંમત

author img

By

Published : Jul 1, 2022, 9:37 AM IST

Updated : Jul 1, 2022, 11:39 AM IST

નવી દિલ્હીઃ સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચે લોકોને નવા મહિનાના પહેલા દિવસે રાહત (commercial lpg cylinder rate) મળી છે. સરકારી તેલ કંપનીઓએ એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી કોમર્શિયલ સિલિન્ડરના (commercial lpg cylinder rate reduced) ભાવમાં 198 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ (commercial lpg cylinder rate reduced by rs 198) છે. અગાઉ તેમની કિંમત 2219 રૂપિયા હતી.

મેમાં એલપીજીના ભાવમાં વધારો: અમદાવાદમાં આજે બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત રૂ. 1,002.50 છે. ભારત સરકાર દ્વારા માસિક ધોરણે સિલિન્ડરના દરોમાં સુધારો કરવામાં આવે છે. પાછલા મહિનાની સરખામણીએ મે 2022માં એલપીજીના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: બ્રશ કરતા પહેલા પુત્રને ચુંબન હત્યામાં પરિણમ્યુ, પતિએ ધીરજ ગુમાવ્યુ

કોમર્શિયલ સિલિન્ડરની કિંમત: કિંમતોમાં ફેરફાર બાદ દિલ્હીમાં (new price of commercial lpg cylinder) ઈન્ડેનનું કોમર્શિયલ સિલિન્ડર 198 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જો કે, અન્ય મોટા શહેરોમાં લોકોને તુલનાત્મક રીતે ઓછી રાહત મળી છે. કોલકાતામાં આ સિલિન્ડરની કિંમતમાં 182 રૂપિયાનો ઘટાડો કરવામાં (Commercial cylinder) આવ્યો છે. તેવી જ રીતે, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં હવે 190.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: લોકો શા માટે અનોખી રિક્ષાની કરી રહ્યા છે મુસાફરી, જાણો કારણ...

ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહી: ચેન્નાઈમાં તેની કિંમતોમાં 187 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.

મે માં ઘરેલુ સિલિન્ડરમાં બે વખત વધારો: અગાઉ ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમજ મે મહિનામાં, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા 07 મેના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, 19 મેના રોજ પણ તેમની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તાજેતરમાં નરમાઈ બાદ સામાન્ય લોકો ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા હતા.

Last Updated : Jul 1, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.