- તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ આવતા દિલ્હી મુલાકાત રદ
- મુખ્યપ્રધાન તીરથસિંહ 24 માર્ચ સુધી દિલ્હીમાં રોકાવાના હતા
- વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોને કુંભ મેળાનું આમંત્રણ આપવા જવાના હતા
દહેરાદૂન: મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની દિલ્હી મુલાકાત રદ કરવામાં આવી છે. તીરથસિંહ રાવત દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહને મળવાના હતા. અગાઉના સમયપત્રક મુજબ, મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત 24 માર્ચ સુધી દિલ્હીમાં રોકાવાના હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 1565 નવા કેસ, અમદાવાદ અને સુરતમાં કોરોના વિસ્ફોટ
દિલ્હી પ્રવાસ રદ કરવામાં આવ્યો
દિલ્હી નીકળતા પહેલા મુખ્યપ્રધાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, દિલ્હી પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ મુખ્યપ્રધાન વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનોને કુંભ મેળામાં આવવા આમંત્રણ આપવાના હતા. તીરથે પોતે કોરોના પોઝિટિવ આવ્યા તે ટ્વિટ કરીને જણાવ્યું હતું.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી