- એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ અને ઈન્ટિગ્રલ મેડિકલ કોલેજ બનાવાશે કોવિડ હોસ્પિટલ
- બલરામપુર હોસ્પિટલમાં 300 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 11 એપ્રિલથી સવારે કાર્યરત કરવામાં આવશે
- મુખ્યપ્રધાને લોક ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી લખનઉમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી
લખનઉઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોવિડ-19ના ઉપચાર માટે એલ-2 અને એલ-3ના પર્યાપ્ત બેડ વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, લખનઉમાં તાત્કાલિક ઓછામાં ઓછા 2 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ આગામી એક અઠવાડિયામાં વધુ 2,000 કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચોઃ પવન કલ્યાણની પાર્ટી જનસેનાના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં, અભિનેતા થયા ક્વૉરન્ટીન
11 એપ્રિલથી 300 બેડની હોસ્પિટલ શરૂ થશે
મુખ્યપ્રધાને લખનઉના જિલ્લા અધિકારીને તમામ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માત્રા પૂરતી કરાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યપ્રધાને શનિવારે લોક ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં લખનઉમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ અને ઈન્ટિગ્રલ મેડિકલ કોલેજને સંપૂર્ણપણે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવે. બલરામપુર હોસ્પિટલમાં 300 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 11 એપ્રિલથી સવારે કાર્યરત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 11થી 30 એપ્રિલ સુધી BAPS સાળંગપુર મંદિર રહેશે બંધ
ધાર્મિક સ્થળોમાં 5થી વધારે લોકોનો પ્રવેશ પ્રતિબંધિત
મુખ્યપ્રધાને લખનઉના પોલીસ કમિશનરને પબ્લિક એડ્રેસ સિસ્ટમને અસરકારક રીતે સંચાલિત કરવાના નિર્દેશ આપતે કહ્યું કે, ધાર્મિક સ્થળોમાં 5થી વધારે લોકોને એકસાથે પ્રવેશને પરવાનગી આપવામાં ન આવે. જ્યારે બજારોમાં વેપારીઓ સાથે ચર્ચા કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે. આ સાથે જ માસ્ક ન પહેરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.
પ્રધાનો અને પ્રમુખ સચિવોને આપવામાં આવી જવાબદારી
મુખ્યપ્રધાને શિક્ષા પ્રધાન, પ્રમુખ સચિવ ચિકિત્સા શિક્ષા, સચિવ ચિકિત્સા શિક્ષાને એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ તથા ઈન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં એક-એક મેડિકલ કોલેજ અને આરોગ્યપ્રધાનને બલરામપુર ચિકિત્સાલયની મુલાકાત લઈ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવાનું કહ્યું છે.