ચેન્નાઈ (તમિલનાડુ): મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગુરુવારે રાત્રે ચેસ રમતના અત્યંત પ્રસિદ્ધ FIDE વર્લ્ડ કપ 2023ના રનર-અપ પ્રજ્ઞાનન્ધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વીડિયો કોલ કરીને ભારતના ગ્રાન્ડ માસ્ટરને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા. તેમને પ્રજ્ઞાનન્ધાની માતાને ખેલાડીના પીઠબળ સમાન ગણાવ્યા હતા. માતાને પણ આ ખેલાડીના જીતનો શ્રેય આપ્યો હતો.
રમતગમત પ્રધાન કરશે સ્વાગતઃ મુખ્યમંત્રી સ્ટાલિને ખેલાડી અને તેના માતા પાસેથી ભારત પરત ફરવાની માહિતી પણ માંગી હતી. શનિવારે જર્મન મેચની શરૂઆત છે આ મેચ પતશે પછી તેઓ પરત ફરવાના છે. આ માહિતી મળતા સ્ટાલિને કહ્યું, જ્યારે તમે રાજ્યમાં આવો ત્યારે તમિલનાડુના રમતગમત પ્રધાન તમારું સ્વાગત કરશે. રાજ્યના ખેલાડીઓનો આ રીતે ઉત્સાહ વધારવામાં આવે ત્યારે તેઓ વધુ જોમ અને જુસ્સાથી આગળ વધે છે. ખુદ રમતગમત પ્રધાન આ ખેલાડીનું સ્વાગત કરશે તે સમાચારથી જ ખેલાડી અને તેની માતા રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
તમારો સિલ્વર મેડલ અને FIDE ઉમેદવારોની ચેસ ટૂર્નામેન્ટમાં પ્રવેશ એ માઈલસ્ટોન છે. જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે...એમ. કે. સ્ટાલિન(મુખ્યપ્રધાન, તમિલનાડુ)
'X' હેન્ડલમાં પણ પાઠવી હતી શુભેચ્છાઃ વીડિયો કોલ કરીને શુભેચ્છા પાઠવતા અગાઉ મુખ્યમંત્રી સ્ટાલિને ખેલાડી પ્રજ્ઞાનંધાને તેમના 'X' હેન્ડલમાં શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે,ચેન્નાઈના ગૌરવ પ્રજ્ઞાનન્ધાને હૃદયપૂર્વક અભિનંદન. 2023 FIDE વર્લ્ડ કપમાં તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. તમારી સિદ્ધિ 140 કરોડ હિન્દુસ્તાનીઓ માટે ગર્વની વાત છે. આપને મળેલી સફળતા દેશના અન્ય યુવાઓને આગળ વધવા, સફળ થવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.