ETV Bharat / bharat

CCTV કેમેરાની દ્રષ્ટિએ દિલ્હી વિશ્વનું નંબર 1 શહેર બન્યું, ન્યૂયોર્ક-શાંઘાઈ રહ્યા પાછળ - કેજરીવાલ - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ

2012 માં નિર્ભયાની ઘટના બાદ સમગ્ર દિલ્હીમાં CCTV કેમેરા લગાવવાની ચર્ચા ઉઠી હતી. જે બાદ દિલ્હીમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. હાલમાં જ મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રતિ ચોરસ માઇલ એટલે કે 1.6 KM માં સ્થાપિત કેમેરા વિશ્વમાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ શંઘાઈ, ન્યૂયોર્ક અને લંડનને પણ પાછળ છોડી દીધું છે.

CCTV કેમેરાની દ્રષ્ટિએ દિલ્હી વિશ્વનું નંબર 1 શહેર બન્યું

author img

By

Published : Aug 27, 2021, 3:55 PM IST

  • CCTV કેમેરાના મામલે દિલ્હીએ દુનિયાના મોટા શહેરોને પાછળ છોડ્યા
  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે માહિતી આપતા કર્યું ટ્વિટ
  • દેશની આર્થિક રાજધાની મુંબઈ આ યાદીમાં 18 માં સ્થાને

નવી દિલ્હી: છેલ્લા 6 વર્ષમાં રાજધાનીમાં જે ઝડપે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, તેનાથી દિલ્હી વિશ્વનું નંબર વન શહેર બની ગયું છે. CCTV કેમેરાના મામલે દિલ્હીએ દુનિયાના મોટા શહેરોને પાછળ છોડી દીધા છે. આ અંગે જાહેર કરવામાં આવેલા એક અહેવાલ પર ખુશી વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, કહેતા ગર્વ થાય છે કે, દિલ્હીએ ચોરસ માઇલે CCTVની દ્રષ્ટિએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને પાછળ છોડી દીધા છે.

લંડનમાં 1138 કેમેરા

એક રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 1826 કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે લંડનમાં 1138 કેમેરા છે. મુખ્યપ્રધાને આ માટે તેમના અધિકારીઓ અને ઇજનેરોને અભિનંદન પાઠવ્યા છે, જેમણે આટલા ઓછા સમયમાં આ સિદ્ધિને પૂર્ણ કરવા માટે મિશન મોડમાં કામ કર્યું હતું. ચોરસ મીટર દીઠ મહત્તમ CCTV કેમેરાની દ્રષ્ટિએ લંડન દિલ્હી પછી બીજું શહેર છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ આ યાદીમાં 18 માં સ્થાને છે, જેમાં 157.4 કેમેરા પ્રતિ ચોરસ મીટર છે.

CCTV કેમેરાની દ્રષ્ટિએ દિલ્હી વિશ્વનું નંબર 1 શહેર બન્યું
CCTV કેમેરાની દ્રષ્ટિએ દિલ્હી વિશ્વનું નંબર 1 શહેર બન્યું

દુનિયાના અન્ય શહેરો કરતા સૌથી વધુ CCTV

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં દુનિયાના અન્ય શહેરો કરતા સૌથી વધુ CCTV કેમેરા છે. સોશિયલ મીડિયા પર ફોર્બ્સનો અહેવાલ શેર કરતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અને તેમના અધિકારીઓ અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે. નિર્ભયાની ઘટના બાદ દિલ્હીમાં CCTV લગાવવા માટે સરકાર દ્વારા પહેલ શરૂ કરવામાં આવી હતી, જ્યારે CCTV ગુના અટકાવવામાં અને ગુનેગારોને ઓળખવામાં મોટા પ્રમાણમાં સફળ રહ્યું છે, પોલીસ વિભાગને પણ તેના રોજિંદા કામમાં સગવડભર્યું કામ રહ્યું થયું છે.

દિલ્હી સરકાર દ્વારા CCTVની સંખ્યામાં વધારો

ઉલ્લેખનીય છે કે, ધીરે ધીરે, દિલ્હી સરકારે CCTVની સંખ્યા વધારવાનું શરૂ કર્યું છે. વર્ષ 2015માં જ્યારે 70 માંથી 67 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીની સરકાર બની, ત્યારે દોઢ વર્ષ બાદ દિલ્હીમાં 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 1.5 લાખ CCTV કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. વર્ષ 2020માં જ્યારે ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ, ત્યારે મુખ્યપ્રધાને ફરીથી 1.5 લાખ કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી સરકારે મહિલાઓ વિરુદ્ધ ગુના અટકાવવા માટે દરેક ખૂણામાં CCTV કેમેરા લગાવવાનું વચન આપ્યું હતું.

  • દિલ્હી - 1826.6
  • લંડન, યુકે - 1138.5
  • શેનઝેન, ચીન - 609.9
  • વુક્સી, ચીન- 520.1
  • કિંગડાઓ, ચીન - 415.8
  • શાંઘાઈ, ચીન- 408.5
  • સિંગાપોર - 387.6
  • ચાંગસા, ચીન- 353.9
  • વુહાન, ચીન - 339
  • સિઓલ, દક્ષિણ કોરિયા - 331.9
  • શિમેન, ચીન - 228.7
  • મોસ્કો, રશિયા- 210
  • ન્યૂ યોર્ક, યુએસએ - 193.7
  • બેઇજિંગ, ચીન - 181.5
  • તાઇવાન, ચીન - 174.4
  • સુઝોઉ, ચીન - 165.6
  • મુંબઈ- 157.4
  • મેક્સિકો સિટી - 151.7
  • ચાંગચુઆન - 139.6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.