જયપુર કોંગ્રેસ પક્ષમાં અહેમદ પટેલનું એવું નામ રહ્યું છે કે દાયકાઓથી નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં એવો ડંકો વાગતો કે, મોટા મોટા નેતાઓ એમને મળવા માટે લાઈનમાં ઊભા રહી જતા. ગયા વર્ષે અહેમદ પટેલનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ અહેમદ પટેલના (Aehmad Patel Congress) નિધન બાદ સમયનું પૈડું એવું વળ્યું કે તેમના પુત્ર ફૈઝલ અહેમદ પટેલને (Faisal Patel Congress) માત્ર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જ લોકોના કામ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે લઘુમતીઓના કામ કરાવવા માટે પણ તેમણે ટ્વીટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, પછીથી આ ટ્વીટ તેમણે ડિલિટ (Faisal Patel deleted tweet) કરી નાંખી છે.
આ પણ વાચો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી, અનેક લોકો ગુમના સમાચાર
ફોન નથી ઉપાડતા મુખ્યપ્રધાનના SOD પણ તેમનો ફોન ઉપાડતા નથી. ફૈઝલ પટેલે શનિવારે સવારે ટ્વીટ કર્યું. તેમાં લખ્યું કે રાજસ્થાનના ગરીબ લઘુમતી લોકો મને કામ માટે ફોન કરે છે, પરંતુ મુખ્યપ્રધાન અશોક ગેહલોતના SOD શશિકાંત શર્મા મારો ફોન પણ ઉપાડતા નથી. ફૈઝલ પટેલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મુખ્યપ્રધાનના SOD શશિકાંત શર્મા મારો ફોન કેમ નથી ઉપાડતા? જ્યારે મારા પિતાના મૃત્યુ બાદ રાજસ્થાનના ગરીબ લઘુમતી લોકો મને સતત ફોન કરે છે.
આ પણ વાચો રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાતના 4 શ્રદ્ધાળુઓના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
ડિલિટ ટ્વિટ પોતાના ટ્વિટમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે મારા પિતાના અવસાન બાદ રાજસ્થાનના લઘુમતી સમુદાયના લોકોને મારી પાસેથી આશા છે. તેઓ મારી પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ જે કરી શકે તે કામ મળે. જોકે, થોડા સમય પછી ફૈઝલ પટેલે પણ પોતાની ટ્વીટ ડિલીટ કરી નાખી.