નવી દિલ્હી: દિલ્હી લિકર કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું, અને મની લોન્ડરિંગના સંબંધમાં આજે હાજર થવા માટે બોલાવ્યા હતા, પરંતુ સીએમ કેજરીવાલે પોતાની હાજરી પહેલાં EDને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ED દ્વારા મોકલવામાં આવેલ આ સમન્સ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ ભાજપના ઈશારે મોકલવામાં આવ્યું છે. કેજરીવાલે કહ્યું છે કે EDએ તેનું સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર સીએમ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય.
-
Delhi CM Kejriwal writes to ED, demands withdrawal of summons
— ANI Digital (@ani_digital) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/jDfvA0SmZa#CMKejriwal #ED #LiquorScam pic.twitter.com/YLQmTDfKU5
">Delhi CM Kejriwal writes to ED, demands withdrawal of summons
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story | https://t.co/jDfvA0SmZa#CMKejriwal #ED #LiquorScam pic.twitter.com/YLQmTDfKU5Delhi CM Kejriwal writes to ED, demands withdrawal of summons
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story | https://t.co/jDfvA0SmZa#CMKejriwal #ED #LiquorScam pic.twitter.com/YLQmTDfKU5
કેજરીવાલનો EDને જવાબ: અરવિંદ કેજરીવાલે EDને આપેલા જવાબમાં લખ્યું છે કે, નઆ એટલા માટે મોકલવામાં આવી છે, કે જેથી તેઓ જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં પ્રચાર ન કરી શકે. જે રીતે અરવિંદ કેજરીવાલ મની લોન્ડરિંગ કેસમાં EDની નોટિસને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત ગણાવી રહ્યાં છે, તેનો અર્થ એવો પણ કાઢવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ EDની કાર્યવાહી અંગે કાયદાકીય સલાહ પણ લઈ શકે છે. કારણ કે તેમણે પોતાના પત્ર મારફતે ઈડીની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવી છે.
આપના નેતાઓના ભાજપ પર પ્રહાર: આપને જણાવી દઈએ કે, સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં 2 નવેમ્બર એટલે કે આજે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ત્યારથી આમ આદમી પાર્ટી કેન્દ્ર અને ભાજપ પર પ્રહારો કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ તેને કેજરીવાલની વધતું કદ અને લોકપ્રિયતા ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો, જ્યારે સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે મોદી સરકાર આમ આદમી પાર્ટીની રાજકીય હત્યા કરવા માંગે છે.
-
2024 के लोक सभा चुनाव बीजेपी बुरी तरह से हार रही है। हार से बचने के लिए बीजेपी ने एक नया फार्मूला बनाया है। ये फार्मूला क्या है?
— Atishi (@AtishiAAP) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
बीजेपी की चाल को समझने के लिए ये वीडियो ज़रूर देखें और खूब शेयर करें pic.twitter.com/4V1h46bMPC
">2024 के लोक सभा चुनाव बीजेपी बुरी तरह से हार रही है। हार से बचने के लिए बीजेपी ने एक नया फार्मूला बनाया है। ये फार्मूला क्या है?
— Atishi (@AtishiAAP) November 1, 2023
बीजेपी की चाल को समझने के लिए ये वीडियो ज़रूर देखें और खूब शेयर करें pic.twitter.com/4V1h46bMPC2024 के लोक सभा चुनाव बीजेपी बुरी तरह से हार रही है। हार से बचने के लिए बीजेपी ने एक नया फार्मूला बनाया है। ये फार्मूला क्या है?
— Atishi (@AtishiAAP) November 1, 2023
बीजेपी की चाल को समझने के लिए ये वीडियो ज़रूर देखें और खूब शेयर करें pic.twitter.com/4V1h46bMPC
રાઘવ ચઢ્ઢાના ભાજપ પર પ્રહાર: આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, 2014 થી લઈને 2022 દરમિયાન ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા જેટલાં કેસ નેતાઓ ઉપર કરવામાં આવ્યાં છે તેમાંથી 85 ટકા કેસ ભાજપના રાજકીય વિરોધી વિરૂદ્ધ છે. આપના સાંસદ રાધવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ પર સીધું નિશાન તાક્યું અને કહ્યું કે, 2014 થી લઈને 2022 દરમિયાન 125 ટોચના નેતાઓ પર કેસ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 218 ભાજપના રાજકીય વિરોઘી હતા.
કેજરીવાલનું વલણ: છેલ્લે જ્યારે અરવિંદ કેજરીવાલ CBIના બોલાવવા પર હેડક્વાર્ટર પહોંચ્યા હતા, ત્યારે ત્યાં જતાં પહેલાં તેઓ ક્યાં ક્યાં જશે? તેની પાર્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાર્ટી ઓફિસમાં પણ એકઠા થયાં હતા, જ્યારે સીબીઆઈ ઓફિસ જતા પહેલા અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યાં હતાં અને બાપુની સમાધિ પર પ્રાર્થના કરી હતી. જોકે, આ વખતે એવી કોઈ માહિતી હજી સુધી મળી નથી.