ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોત - જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા(Cloud Burst)ના કારણે લગભગ ચાર લોકોના મોત નિપજ્યાં છે. એટલું જ નહીં, આશરે 30-40 લોકો લાપતા થયા છે. લાપતા લોકોની શોધમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
author img

By

Published : Jul 28, 2021, 10:13 AM IST

  • જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું (Cloud Burst)
  • ઘટનામાં 4 લોકોના મોત
  • રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. તોઆ સાથે જ લગભગ 40 લોકો લાપતા થયા છે. ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના હોંજાર ગામમાં વાદળ ફાટવાના કારણે 4 મૃતદેહો મળી આવ્યા છે અને 8-9 મકાનોને નુકસાન થયું છે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કર્યું ટ્વીટ

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે ટ્વીટ કર્યું કે, 30 થી 40 લોકો આ ઘટનામાં લાપતા થયા છે. એસડીઆરએફ અને આર્મીની મદદથી બચાવ કામગીરી ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટ્યા બાદ એસડીઆરએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 6: બેડમિન્ટનમાં પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી

અતિ ભારે વરસાદના હવામાનની આગાહી

જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઇના અંત સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેના કારણે અધિકારીઓએ જળાશયો નજીક રહેતા અને નીચલા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. જિલ્લા પ્રશાસને મંગળવારે રાત્રે જારી કરેલી સલાહમાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે, જેનાથી નદીઓમાં પાણીનું સ્તર વધી શકે છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 6: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટનની ટીમ સામે થઈ હાર

મહારાષ્ટ્રમાં 200 થી વધુ લોકોનાં મોત

દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે. પૂર અને વરસાદને કારણે મહારાષ્ટ્રમાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પૂરને કારણે બિહારની પરિસ્થિતિ પણ બેકાબૂ છે. હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બુધવાર સુધી ભારેથી અતી ભારે વરસાદની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.