- વાદળ ફાટતા મોટાપાયે થયું નુકસાન
- દુર્ઘટનામાં નથી થઇ કોઇ જાનહાની
- જિલ્લા અધિકારીએ ગામનું નિરીક્ષણ કર્યું
રુદ્ર પ્રયાગ: ચમોલીના જનપદના ઘાટ વિસ્તારમાં વિકાસખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ રુદ્રપ્રયાગમાં ફરી વાદળ ફાટ્યું છે. વાદળ ફાટતા અનેક લોકોના મકાનને નુકસાન થયું છે. આ સાથે અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. પિવાના પાણીની લાઇનને નુકસાન થયું છે. તિલવાડા-મયાલી મોટરમાર્ગ પર કાટમાળ આવતા રસ્તો બંધ થઇ ગયો છે. સતત વાદળ ફાટવાની ઘટનાઓ બનતા લોકોમાં ડર બેસી ગયો છે.
આ પણ વાંચો - માસૂમનો જીવ બચાવવા જોઈએ છે 22 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન, માતા-પિતાએ માંગી મદદ
વાદળ ફાટતા નથી થઇ કોઇ જાનહાની
મંગળવારે સાંજે તહસીત જખૌલી ક્ષેત્રમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું હતું જો કે આ ઘટનામાં કોઇજાનહાની થઇ નથી. જો કે વધુ પાણી આવતા અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. મૂસળધાર વરસાદના કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વાદળ ફાટવાના સમાચાર મળતા જખૌલી ચૌકીના પ્રભારી ઉપ નિરીક્ષક લલિત મોહન ભટ્ટ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
આ પણ વાંચો - આબાદ બચાવ: અઢી વર્ષની બાળકી એપાર્ટમેન્ટના ચોથા માળની બારીમાંથી નીચે પટકાઈ
જિલ્લા અધિકારીએ નરકોટા અને ફતેહપુર ગામનું નિરીક્ષણ કર્યું
જિલ્લા અધિકારી મનુજ ગોયલએ પ્રભાવિત ગામ નરકોટા અને ફતેહપુર ગામમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સ્થાનિકો સાથે વાત કરી હતી. સાથે જ જે માર્ગોને નુકસાન પહોંચ્યું છે ત્યાં તાત્કાલિક સમારકામ શરૂ કરાવ્યું છે. સાથે ખેતીની જમીનમાં થયેલા નુકસાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા અધિકારી સાથે ભાજપ જિલ્લા અધ્યક્ષે પણ જિલ્લાનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો - ઉત્તર પ્રદેશઃ લાંચ ન આપી તો 6 વર્ષના બાળકે ખેંચવું પડ્યું સ્ટ્રેચર, જુઓ વીડિયો