મુંબઈ: મુંબઈમાં એક 16 વર્ષના કિશોરે આત્મહત્યા કરી લીધી કારણ કે તેના પિતાએ તેને મોબાઈલ ફોન પર ગેમ રમવાથી અટકાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કિશોરેએ આત્મહત્યા કરી હતી. માલવણી પોલીસના જણાવ્યા અનુસાર કિશોર 11માં ધોરણનો વિદ્યાર્થી હતો અને તેને ઓનલાઈન ગેમ રમવાનું વ્યસન હતું. જેને લઇ ગુરૂવારે રાત્રે કિશોરના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો અને તેને પથારીમાં જવાનું કહ્યું. ઠપકો આપવાથી નારાજ થઈને કિશોરે તેના પિતા સાથે દલીલ કરવાનું શરૂ કર્યું હતું.
પહેલાં કિશોરે ધમકી આપી હતી આટલી બોલાચાલી બાદ તેના પિતા પોતાના રૂમમાં સૂવા માટે ગયાં હતાં.. સવારે જાગ્યા પછી કિશોરના પરિવારજનોએ તેને રસોડામાં આત્મહત્યા કરેલી હાલતમાં જોયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના પિતા કિશોરને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અગાઉ કિશોરે ધમકી આપી હતી કે જો તેના માતાપિતા તેને મોબાઈલ પર ગેમ રમવાથી રોકશે તો તે આત્મહત્યા કરી લેશે. મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઓનલાઈન ગેમ રમવાનું વ્યસન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને બાદમાં પરિવારને સોંપી દીધો હતો. માલવણી પોલીસે જણાવ્યું કે પરિવારના સભ્યોના નિવેદન નોંધવામાં આવ્યા છે. માલવણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક ચિમાજી આધવે જણાવ્યું હતું કે છોકરાને મોબાઈલ ફોન પર ઓનલાઈન ગેમ રમવાનું વ્યસન હતું. " ગુરુવારે રાત્રે, છોકરાના પિતાએ તેને ઠપકો આપ્યો અને તેનો ફોન છીનવી લીધો. તેના પરિવારના સભ્યોને શુક્રવારે સવારે લગભગ 8 વાગ્યે રસોડામાં તેનો મૃતદેહ મળ્યો હતો.
આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી આત્મહત્યાના વિચારો આવે અથવા મિત્ર વિશે ચિંતિત હોય અથવા ભાવનાત્મક સમર્થનની જરૂર હોય, કોઈ હંમેશા સાંભળવા માટે ત્યાં હોય છે. સ્નેહા ફાઉન્ડેશન - 04424640050 (ઉપલબ્ધ 24x7) અથવા iCall, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ હેલ્પલાઇન - 9152987821 ( સોમવારથી શનિવાર સવારે 8 થી 10 વાગ્યા સુધી ઉપલબ્ધ ) પર કૉલ કરો.