ETV Bharat / bharat

CJI એનવી રમનાએ બનાવ્યો રેકોર્ડ, સૌથી વધુ ન્યાયાધીશોની કરી નિમણૂક - What Is collegium appointment

દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ યુયુ લલિત આગામી ચીફ જસ્ટિસ હશે. જસ્ટિસ રમનાનો કાર્યકાળ એક વર્ષથી થોડો વધુ રહ્યો છે, પરંતુ તેણે પોતાના કાર્યકાળ દરમિયાન એક આવો રેકોર્ડ બનાવ્યો (CJI NV Ramana Made a Record) છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 100 થી વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી (record number of appointments of judges) છે.

દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ બનાવ્યો રેકોર્ડ

author img

By

Published : Aug 8, 2022, 6:47 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના આ મહિને 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તેમના એક વર્ષથી થોડા સમયના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી (CJI NV Ramana Made a Record) છે. તેમણે 100 થી વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાંથી પાંચ જજો સુપ્રીમ કોર્ટમાં અને અન્ય તમામ નિમણૂકો હાઈકોર્ટમાં થઈ છે. એ અલગ વાત છે કે, હાઈકોર્ટમાં હજુ પણ 380 જજોની જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશની કરવામાં આવશે નિમણૂક જાણો કોણ હશે...

જજોની નિમણૂકોને નવી ગતિ આપી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાનો કાર્યકાળ 24 એપ્રિલ 2021થી શરૂ થયો હતો. તેમણે જસ્ટિસ એસએ બોબડેનું સ્થાન લીધું હતું, ત્યાર બાદ વિવિધ હાઈકોર્ટમાં 411 જજોની જગ્યાઓ ખાલી હતી. ઉલ્લેખની છે કે, જજોની નિમણૂક કોલેજિયમ દ્વારા કરવામાં આવે (collegium appointments judges) છે. કોલેજિયમમાં પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશ રમનાએ કોલેજિયમમાં સર્વસંમતિ બનાવવા માટે ખાસ પ્રયાસ કર્યા અને નિમણૂકોને નવી ગતિ આપી હતી.

જસ્ટિસ બોબડે દ્વારા જજની નિમણૂક નહી : કેન્દ્ર સરકારે તેમની તમામ ભલામણો સ્વીકારી હતી. સરખામણી કરવા માટે, તેમના પુરોગામી જસ્ટિસ બોબડેના કાર્યકાળ દરમિયાન એક પણ જજની નિમણૂક કરવામાં આવી ન હતી. તેમનો કાર્યકાળ એક વર્ષનો હતો. જો કે તે સમયે કોરોના મહામારીને કારણે અણધારી સ્થિતિ પણ સામે આવી હતી.

આ પણ વાંચો : CJIએ દેશની મીડિયાને આપી દીધી સલાહ, કહ્યું...

યુયુ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ : જસ્ટિસ રમનાએ 25 જુલાઈના રોજ કોલેજિયમની છેલ્લી બેઠક યોજી હતી. જેમાં તેમણે વિવિધ હાઈકોર્ટ માટે 35 નામોની ભલામણ કરી છે. આ બાદ, તેમણે કોલેજિયમની અન્ય બે બેઠકો યોજી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં ત્રણ નામોનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોલેજિયમમાં સર્વસંમતિ બની શકી ન હતી. હવે જ્યારે આગામી મુખ્ય ન્યાયાધીશના નામની ભલામણ કરવામાં આવી છે, તો તેઓ કોલેજિયમની અધ્યક્ષતા કરી શકશે નહીં. જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (UU Lalit next cji ) હશે. તેમનો કાર્યકાળ લગભગ ત્રણ મહિનાનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.