ETV Bharat / bharat

3 દાયકા બાદ સ્વર્ગમાં સિનેસૃષ્ટિનો સૂર્યોદય

જમ્મુ અને કાશ્મીર યુટીના લેફ્ટનન્ટ ગવર્નરે શ્રીનગરમાં આધુનિક મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કરતાં સિનેમા આજે 30 વર્ષ પછી કાશ્મીરમાં પાછું ફરી રહ્યું છે.(Cinema returns to Kashmir after 30 years )

3 દાયકા બાદ સ્વર્ગમાં સિનેસૃષ્ટિનો સૂર્યોદય
3 દાયકા બાદ સ્વર્ગમાં સિનેસૃષ્ટિનો સૂર્યોદય
author img

By

Published : Sep 21, 2022, 3:57 PM IST

Updated : Sep 21, 2022, 6:12 PM IST

શ્રીનગર: INOX દ્વારા ડિઝાઇન કરાયેલ અને વિજય ધરની(Vijay Dhar) માલિકીની મલ્ટિપ્લેક્સ સિનેમા, બદામી બાગ આર્મી કેન્ટોનમેન્ટની સામે શ્રીનગરના સોનવરમાં ઉચ્ચ સુરક્ષાવાળા શિવપોરામાં આવેલું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અમીર ખાન અભિનીત 'લાલ સિંહ ચઢ્ઢા'ની સ્ક્રીનિંગ સાથે સિનેમાનું ઉદ્ઘાટન કર્યું હતું.(Cinema returns to Kashmir after 30 years ) સિન્હાએ કહ્યું હતુ કે, શ્રીનગરમાં સિનેમા ફરી ખોલવું એ કાશ્મીર બદલવાનો સંકેત છે, જે ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવાના મોટા નિર્ણય બાદ શરૂ થયો હતો.

12 સિનેમાઘરો હતા: શ્રીનગર શહેરમાં 90ના દાયકા પહેલા લગભગ 12 સિનેમાઘરો હતા, પરંતુ આતંકવાદ ફાટી નીકળ્યા બાદ તે બંધ થઈ ગયા હતા. આ સિનેમા ઇમારતોને સુરક્ષા દળોના કેમ્પ અથવા શોપિંગ મોલમાં ફેરવી દેવામાં આવ્યા હતા. ફારુક અબ્દુલ્લાની સરકાર દરમિયાન ત્રણ સિનેમા હોલ બ્રોડવે, નીલમ અને રીગલ 1998માં ફરી ખોલવામાં આવ્યા હતા, પરંતુ રીગલ સિનેમાની બહાર ગ્રેનેડ વિસ્ફોટકના કારણે તે બધા તરત જ બંધ થઈ ગયા હતા. ત્યારપછી કાશ્મીરમાં એકપણ સિનેમા ખોલવામાં આવ્યું ન હતુ.

ફિલ્મ સંસ્કૃતિને પુનર્જીવિત કરશે:કલમ 370 નાબૂદ કર્યા પછી, સરકારે કહ્યું હતુ કે, તે ખીણમાં સિનેમા અને ફિલ્મ સંસ્કૃતિને પુનર્જીવિત કરશે. ગયા અઠવાડિયે એલજીએ પુલવામા અને શોપિયાંમાં બે સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું હતુ. અને કહ્યું હતુ કે, ખીણના તમામ જિલ્લાઓને સિનેમા હોલ મળશે. પુલવામા અને શોપિયાંના સિનેમા હોલને સરકારી ઈમારતોમાંથી રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. અને હવે તેમાં ફિલ્મો જોવા મળશે. જો કે, પ્રશાસને હજુ સુધી આ સિનેમા હોલમાં નિયમિત શો અને ટિકિટો શરૂ કરી નથી અને આ અંગે પણ કશું કહ્યું નથી.

અનુભવ આપવાનો પ્રયાસ: શ્રીનગરમાં INOX સિનેમા 1 ઓક્ટોબરથી નિયમિત શો શરૂ કરશે, અને ટિકિટ 26 સપ્ટેમ્બર પછી મળશે. સિનેમાના માલિક વિજય ધરે કહ્યું કે 90ના દાયકા પછી યુવાનોએ કાશ્મીરમાં સિનેમામાં ફિલ્મો જોઈ નથી,(90s youth have not seen films in cinema in Kashmir) અને તેઓ તેમને આ અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ETV ભારતને આગળ જણાવ્યું હતુ કે 'કાશ્મીરના યુવાનો પાસે સિનેમાઘરોમાં મનોરંજનનું કોઈ સાધન નહોતું. સિનેમા તેમને તે અનુભવ પ્રદાન કરશે જે તેઓ છેલ્લા 30 વર્ષો દરમિયાન ચૂકી ગયા છે'

Last Updated : Sep 21, 2022, 6:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.