બેઈજિંગ: ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ બુધવારે (10 જાન્યુઆરી) ના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા. આ ઉપરાંત, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં આગળ વધારવાની પણ જાહેરાત કરી.
ચીનના પ્રવાસે માલદીવના રાષ્ટ્રપતિઃ તાજેતરમાં માલદીવના મંત્રીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યાર બાદ માલદીવ અને ભારત વચ્ચે વિવાદ વધી ગયો હતો. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનના પ્રવાસે પહોંચ્યાં. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે કે તેઓ તેમની પ્રથમ રાજકીય યાત્રા પર ચીન આવ્યા છે.
ચીન પ્રવાસ પર ગર્વઃ મુઈજ્જુએ ચીન પહોંચતાની સાથે ડ્રેગન દેશના ગુણગાન ગાવા માંડ્યા છે. તેમણે કહ્યું કે તેમને સારું લાગી રહ્યું છે કે, તેઓ આ વર્ષે ચીનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશીરાષ્ટ્રધ્યક્ષ છે. તેમણે કહ્યું કે એ પુરવાર થાય છે કે, બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોને કેટલું મહત્વ આપે છે. મહત્વપૂર્ણ છે કે, ચીનની મુલાકાતે ગયેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમમ્દ મુઈજ્જુએ ગઈકાલે 10 જાન્યુઆરીના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય વાતચીત કરી હતી જે દરમિયાન ઉંડાણપૂર્વકની વાટાઘાટો કરી, બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ કર્યા છે અને તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક સહકારી ભાગીદારીમાં આગળ વધારવાની જાહેરાત કરી.