ETV Bharat / bharat

China Release Missing Arunachal Youth: ગુમ થયેલા યુવકને ચીને ભારતીય સેનાને પરત સોંપ્યો, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આપી માહિતી

ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકને ભારતીય સેનાને સોંપી (China Release Missing Arunachal Youth) દીધો છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. અત્યારે યુવકની મેડિકલ તપાસ સહિતની અન્ય પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી રહી છે.

China Release Missing Arunachal Youth: ગુમ થયેલા યુવકને ચીને ભારતીય સેનાને પરત સોંપ્યો, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આપી માહિતી
China Release Missing Arunachal Youth: ગુમ થયેલા યુવકને ચીને ભારતીય સેનાને પરત સોંપ્યો, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આપી માહિતી
author img

By

Published : Jan 27, 2022, 5:26 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે કહ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (People's liberation army of china)એ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકને ભારતીય સેનાને સોંપી (China Release Missing Arunachal Youth) દીધો છે. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં (Siang District Arunachal Pradesh)થી 19 વર્ષિય મીરામ તારોન 18 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. રિજિજુએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે, છોકરાની મેડિકલ તપાસ સહિતની અન્ય પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી રહી છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'ચીનની PLAએ અરુણાચલના યુવક મીરામ તારોનને ભારતીય સેનાને સોંપી દીધો છે. મેડિકલ તપાસ સહિતની અન્ય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.'

ચીને ભારતીય સેનાને જાણ કરી હતી

લોકસભા સાંસદ રિજિજુએ મંગળવારે જણાવ્યું હતું કે, ચીને 20 જાન્યુઆરીએ ભારતીય સેના (Indian Army Arunachal Pradesh)ને જાણ કરી હતી કે તેમને તેમની તરફ એક છોકરો મળ્યો છે અને તેની ઓળખની પુષ્ટિ કરવા માટે વધુ માહિતી માંગી હતી. રિજિજુએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું હતું કે, "ઓળખની ચકાસણીમાં ચીનની મદદ કરવા માટે ભારતીય સેના (Identity verification By Indian Army)એ તેમની સાથે તેની અંગત વિગતો અને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. ચીનના જવાબની રાહ જોવાઈ રહી છે." નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક લોકોએ જણાવ્યું છે કે, ચીનની PLAએ તેને અટકાયતમાં લીધો છે."

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો યુવક ચીન સરહદેથી મળ્યો, સેનાએ કરી પુષ્ટિ

ચીને યુવકને પરત સોંપવાની આપી હતી ખાતરી

રિજિજુએ કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control Arunachal Pradesh) નજીકના વિસ્તારમાંથી યુવક ગુમ થયા બાદ ભારતીય સેનાએ 19 જાન્યુઆરીએ તરત જ ચીનનો સંપર્ક કર્યો હતો. જો આકસ્મિક રીતે ચીનના પ્રદેશમાં પ્રવેશવા અથવા PLA દ્વારા તેને કસ્ટડીમાં લેવા પર તેને શોધી કાઢવા અને તેને પરત કરવા માટે સહકાર માંગ્યો. પ્રધાને કહ્યું કે, ચીને ખાતરી આપી હતી કે તેઓ તેને શોધી કાઢશે અને સ્થાપિત નિયમો હેઠળ તેને પરત સોંપાશે.

તરોનના મિત્રએ અપહરણની આપી હતી જાણકારી

ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશના સાંસદ તાપીર ગાઓએ દાવો કર્યો હતો કે, PLAએ અપર સિયાંગ જિલ્લાના સિઉંગલા વિસ્તાર (બિશિંગ ગામ)ના લુંગટા જોરમાંથી તરોનનું અપહરણ કર્યું હતું. તરોનના મિત્ર જોની યાયિંગે સત્તાવાળાઓને PLA દ્વારા અપહરણ (youth kidnapped from arunachal pradesh)ની જાણ કરી. બંને જિદો ગામના સ્થાનિક શિકારીઓ છે. આ ઘટના તે સ્થળની નજીક બની હતી જ્યાંથી ત્સાંગપો નદી ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્સાંગપોને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્રા કહેવામાં આવે છે.

આ પણ વાંચો: China Kidnaped Indian Boy : અરુણાચલ પ્રદેશમાંથી યુવકનું અપહરણ, "વડાપ્રધાન મોદીને કોઈ ફરક નથી પડતો": રાહુલ

અગાઉ પણ PLAએ 5 યુવકોનું કર્યું હતું અપહરણ

20 જાન્યુઆરીના રોજ, ચીનના વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs of China) કહ્યું હતું કે, તે આ ઘટનાથી વાકેફ નથી. પરંતુ કહ્યું કે, PLA સરહદોને નિયંત્રિત કરે છે અને ગેરકાયદેસર પ્રવેશ અને બહાર નીકળવાની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરે છે. અગાઉ, સપ્ટેમ્બર 2020માં, PLAએ અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લામાંથી 5 યુવાનોનું અપહરણ કર્યું હતું. PLA દ્વારા લગભગ એક સપ્તાહ બાદ યુવકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.