- ચીને LAC પર એર મિસાઈલ બેટરીઝ તહેનાત કરી
- ચીનની વાયુ સંરક્ષણ પ્રણાલી પર ભારતની નજર
- હોટન અને કાશગર હવાઈ ક્ષેત્રોમાં લડાકુ વિમાનોની સંખ્યા ઓછી
નવી દિલ્હીઃ ચીન પોતાની અવડચંડાઈથી ધરાતું નથી. ચીને હવે LAC પાસે મિસાઈલો (એર મિસાઈલ બેટરીઝ) તહેનાત કરી છે. ચીનની આ આડોડાઈ ઉપર ભારત નજર રાખી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, વર્તમાન તણાવના કારણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સીમા પાસે HQ-9 અને HQ-22 સહિત સપાટીથી સપાટી માર કરનારી મિસાઈલો તહેનાત કરી છે.
આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધી જરૂરિયાતોની માહિતી સુરતના ચેમ્બર ઓફ કોમર્સને મોકલી
ભારત ચીનની દરેક હરકત પર નજર રાખી રહ્યું છે
HQ-9 રશિયા S-300 વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલીનું એક રિવર્સ એન્જિનિયર વર્ઝન છે અને લગભગ 250 કિલોમીટરથી દૂર લક્ષ્ય ટ્રેક અને હિટ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આપણે ચીન દ્વારા તહેનાત અન્ય રક્ષા સંપત્તિઓની સાથે જ વાયુ સંરક્ષણ પ્રણાલીઓ પર નજર રાખી છે.
આ પણ વાંચોઃ જનરલ નરવણેએ યુએનના શાંતિ સૈનિક માટે બજેટમાં વધારો કરવાની હાકલ કરી
પેંગોગ પાસે બંને દેશના સૈનિકોની તહેનાતી ચાલુ છે
વર્તમાન રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે કે, હોટન અને કાશગર હવાઈ ક્ષેત્રોમાં લડાકુ વિમાનોની સંખ્યા ઓછી થઈ છે, પરંતુ સંખ્યામાં સમય સમય પર ઉતાર-ચઢાવ આવી શકે છે. ભલે બંને દેશની સેના પેંગોંગ પાસેથી પાછળ હટી ગઈ છે, પરંતુ બંને પક્ષ દ્વારા સૈનિકોની તહેનાતી ચાલુ છે.