- લાતેહારમાં બાળકોને ચોરી કરવાની ઘટના
- બે મહિલાઓએ બાળકોની કરી ચોરી
- મહિલાઓ મોબ લિંચિંગનો શિકાર બનતા બચી ગઈ અને નાસી છૂટી
લાતેહાર: સદર પોલીસ સ્ટેશન (Sadar Police Station) વિસ્તારના હોટવાગ ગામમાં બે બાળકોની ચોરી કરીને ભાગી રહેલી મહિલાઓ (Women) મોબ લિંચિંગ (mob lynching) નો શિકાર બનતા બચી ગઈ અને નાસી છૂટી હતી. આરોપ છે કે, ગામના જ કમલેશ યાદવની 3 વર્ષની બાળકી અને 8 મહિનાના બાળકની ચોરી કરીને મહિલાઓ ભાગી રહી હતી. અહીં કેટલાક ગ્રામવાસીઓએ માહિતી આપતાં બાળકીને લઈને ભાગી રહેલી મહિલાઓને પકડી લીધી અને તેની મારપીટ કરવા લાગ્યા હતા. બાદમાં ગામના જ બે સ્થાનિક આગેવાનોની મદદથી મહિલાઓ (Women)ને બચાવીને પોલીસને સોંપવામાં આવી હતી.
મહિલાઓ પકડાયા બાદ ગ્રામજનો રોષે ભરાયા
મહિલાઓ પાસેથી બાળકો મળી આવતાં ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. બન્ને મહિલાઓને પહેલા ગામની અંદર લાવવામાં આવી અને પછી લાકડીઓ વડે મારપીટ શરૂ કરી હતી. ગ્રામજનોનો ગુસ્સો જોઈને કેટલાક સ્થાનિક આગેવાનોની પહેલથી મહિલાઓને બચાવી શકાઈ હતી. RJD નેતા રણજીત યાદવે, કોંગ્રેસ નેતા શંભુ યાદવે તૈયારી બતાવીને પહેલા મહિલાઓને એક રૂમમાં બંધ કરી અને પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પોલીસના આગમન સુધી બન્ને લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરતા રહ્યા. ઘણી મહેનત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાઓને ગામમાંથી બચાવી લાતેહાર પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
આ પણ વાંચો: દીપાવલી પર અયોધ્યા-વારાણસીમાં મુસ્લિમ મહિલાઓની બનાવેલા દિવા પ્રગટાવવામાં આવશે
આરોપી મહિલા કમલેશના ઘરમાં જ રોકાઈ હતી
ગ્રામજનોના જણાવ્યા અનુસાર બન્ને મહિલાઓ ખૂબ જ સ્માર્ટ છે. બાઈક ચોરવાના ઈરાદે બન્નેએ કમલેશને પોતાની જાતને લાચાર ગણાવી રાત્રે આશરો આપવા આજીજી કરી હતી. કમલેશે મહિલાઓને પોતાના ઘરમાં રહેવા દેતાં શનિવારે બન્ને મહિલાઓ (Women) કમલેશના બે બાળકોને લઈને ભાગી ગઈ હતી. જે બાદમાં ઝડપાઈ ગઈ હતી.
આ પણ વાંચો: રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી વધ્યું વાયુ પ્રદૂષણ: ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ હવાની ગુણવત્તા
પોલીસ પૂછપરછ કરી રહી છે
પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી બાળ ચોરી કરનારી આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટનાની માહિતી લેવામાં આવી રહી છે. ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.