જાંજગીર ચંપા: છત્તીસગઢ રાજ્યના જાંજગીરના માલખારોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિહરીદ ગામમાં એક છોકરો બોરવેલમાં પડી ગયો છે. જેની ઉંમર 12 વર્ષની છે. શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ સાહુ નામનો આ છોકરો ઘરની પાછળ રમી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડ્યો હતો. અત્યાર સુધી રાહુલને બહાર કાઢવામાં કોઈ સફળતા મળી નથી. ઓડિશાની NDRF અને SDRFની ટીમ જિલ્લા તંત્ર સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. રાહુલને બચાવવા માટે રોબોટની મદદ પણ લેવામાં આવશે.
આ પણ વાંચો: પિતાએ કરી માસૂમ બાળકની હત્યા, કારણ જાણીને ઉડી જશે તમારા હોંશ...
આરોગ્યની ટીમ ખડેપગે: આરોગ્ય વિભાગ અને નિષ્ણાતોની ટીમ કેમેરા થકી બાળકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો ચાલુ છે. આ છોકરાનું નામ રાહુલ સાહુ છે. તેની ઉંમર 12 વર્ષની આસપાસ છે. તે જાંજગીર-ચંપા જિલ્લાના માલખારોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીહરીદ ગામમાં રહે છે. શુક્રવારે બપોરે 3 વાગ્યાના સુમારે બાળક તેના ઘરની પાછળ આવેલી જગ્યામાં રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
પિતાએ ખોદાવ્યો હતો: આ બોરવેલ રાહુલના પિતાએ જ ખોદાવ્યો હતો. ઘરમાં પાણીની વ્યવસ્થા મળી રહે એ માટે 120 ફૂટનો બોર બનાવ્યો છે. જેની આસપાસ કેસિંગ લગાવાયું હતું. પણ બોરમાં ખામી સર્જાતા બોર બંધ કરી દેવામાં આવ્યો હતો. કેસિંગ પાઈપ પણ કાઢી નાંખવામાં આવી હતી. વાડામાં રમતા રમતા રાહુલ આ બોરની અંદર પડી ગયો હતો.
આ પણ વાંચો: Everest Base Camp : સાત વર્ષની સાનવી સૂદે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવાનો બનાવ્યો રેકોર્ડ
આ રીતે ખબર પડી: બપોરથી બોરમાં ફસાયેલા રાહુલના પરિવારજનોએ સમગ્ર ગામમાં શોધ કરી હતી. પણ તે ક્યાંક ન મળ્યો. પછી માતા ઘરની પાછળના વાડામાં પહોંચી હતી. જ્યાં બોરમાંથી અવાજ સંભળાતો હતો. બપોરે 4 વાગ્યે પરિવારજનોને આ અંગે જાણ થઈ હતી. પછી તાત્કાલિક તંત્રને જાણ કરી યુદ્ધના ધોરણે પોલીસ તથા NDRF ટીમ દોડી આવી હતી. આઈજી, ડીઆઈજી, કલેક્ટર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી નિર્દેશો આપ્યા હતા. બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.
સ્થિતિ જાણવા કેમેરા લગાવાયા: રાહુલ લગભગ 50 ફૂટથી 60 ફૂટની ઊંડાઈએ બોરવેલમાં પડ્યો હતો. પહેલાની સ્થિતિ જાણવા બોરની અંદર કેમેરા લગાવી દેવાયા હતા. ડોક્ટરની ટીમે ઓક્સિજનની વ્યવસ્થા કરી. છોકરાને ખાવા માટે બિસ્કીટ, પાણી મોકલવામાં આવ્યું હતું. પણ છોરકાએ તે ખાધું નથી. પછી કેળાને દોરડામાં બાંધીને મોકલવામાં આવ્યા ત્યારે છોકરાએ એ કેળું ખાધું. તે જ સમયે, રેસ્ક્યુ ટીમે બોર પાસે બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું. ઓડિશાની NDRF અને ભિલાઈની SDRFની ટીમ તેમની ટેક્નોલોજી દ્વારા બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ટનલ બનાવીને બાળકને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખાડો બન્યો મોતનો કુવો : એક જ પરિવારના આઠ લોકો હોમાયા
હિલચાલ નહીંવત: રાહુલ સાહુને બચાવવા માટે એસડીઆરએફની ટીમે રાત્રે 11 વાગ્યાથી બચાવની તૈયારીઓ કરી લીધી હતી. સંબંધીઓની સંમતિ બાદ લિફ્ટની ટેકનિકથી બહાર નીકળવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ બોરની અંદર ફસાયેલા રાહુલની હિલચાલ નહિવત હતી. ઊંઘની આશામાં ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. હવે સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમની સૌથી મોટી સમસ્યા બાળક તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળવાની છે. બચાવ ટીમને 11-12 વર્ષના બાળક પાસેથી યોગ્ય પ્રતિસાદની અપેક્ષા હતી. માતા-પિતાના અવાજ પર બાળક થોડું આગળ વધી રહ્યું છે. બાળકના પિતા લાલા રામ સાહુએ જણાવ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી.
જિલ્લા ક્લેક્ટરે કહ્યું: બોરવેલમાં ફસાયેલા છોકરા રાહુલ સાહુનો બચાવ ચાલુ છે. કલેક્ટર જિતેન્દ્ર કુમાર શુક્લા સમગ્ર વહીવટી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. CCTV દ્વારા બાળકની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. બાળકને ખાદ્યપદાર્થો મોકલવામાં આવ્યા છે. કેળા. , ફ્રુટી સહિત અન્ય ખાદ્યપદાર્થો મોકલવામાં આવ્યા છે.બાળકના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.