ETV Bharat / bharat

મુખ્યપ્રધાન યોગીની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - મેરઠની કૃષિ યુનિવર્સિટી

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો (CM Yogi Adityanath) 11 નવેમ્બરે મેરઠની કૃષિ યુનિવર્સિટીમાં(Agricultural University of Meerut) કાર્યક્રમ છે. ત્યારે મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા મેરઠના સિટી રેલવે સ્ટેશન પર એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર હાથેથી લખાયેલો છે.

મુખ્યપ્રધાન યોગીની મુલાકાત પહેલા મેરઠ રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

author img

By

Published : Nov 10, 2021, 1:47 PM IST

  • સીએમ યોગીની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • સીએમ યોગી આદિત્યનાથ મેરઠની કૃષિ યુનિવર્સિટીમાં કાર્યક્રમ
  • મેરઠના સિટી રેલવે સ્ટેશન પર એક ધમકીભર્યો પત્ર મળ્યો

મેરઠઃ 11 નવેમ્બરે પ્રસ્તાવિત મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશન(Meerut railway station)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ટેશન માસ્તરને ટપાલ દ્વારા પત્ર મળ્યો છે, પત્ર મળ્યા બાદ રેલવે અધિકારીઓએ મોડી રાત્રે ચેકીંગ કર્યું હતું. ત્યારે પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સ્ટેશન માસ્ટરને પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યો

11 નવેમ્બરે મેરઠમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) મુલાકાત પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં પ્રવાસ પહેલા મેરઠના સિટી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલો મેરઠના સિટી રેલવે સ્ટેશનનો છે. જ્યાં સ્ટેશન માસ્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં મેરઠ સિટી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓને એલર્ટ

પત્ર મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે, રેલવે અધિકારીઓએ સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું, ટ્રેનોની સુરક્ષા વધારી દીધી. આ ઉપરાંત ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ગાઝિયાબાદ, હાપુડ, બુલંદશહર, શામલી, સહારનપુર, મુઝફ્ફરનગર, મુરાદાબાદ અને મેરઠ સહિત અન્ય જિલ્લાના તમામ સ્ટેશનો પર સુરક્ષાને એલર્ટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા, બેઠકમાં 8 દેશો લીધો ભાગ

આ પણ વાંચોઃ એઆર રહેમાનની દીકરીને આંતરરાષ્ટ્રીય એવોર્ડ, પિતાએ કહ્યું- તારી મહેનતનો શ્રેય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.