રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દરેક એક્ઝિટ પોલની પોલ ખોલી નાંખી છે. ચૂંટણી દરમિયાન જે રીતે જનતાએ શાંતિથી મતદાન કર્યુ તે મુજબના જ પરિણામ આવ્યા છે. કૉંગ્રેસનું રાજ બહુ જ શાંતિથી છત્તીસગઢમાંથી જતું રહ્યું છે. ભાજપે શા માટે કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી. જાણો વિગતવાર
21 બેઠકોના ઉમેદવારની વહેલા જાહેરાતઃ ભાજપે પ્રથમવાર ચૂંટણીની તારીખો અને મેનિફેસ્ટો જાહેર થાય તે પહેલા 21 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. કૉંગ્રેસે ભાજપની આ જાહેરાતને હથિયાર મુકી દીધા છે તેમ ગણાવી હતી. જો કે ભાજપનું પ્લાનિંગ કંઈક અલગ જ હતું. ભાજપે ઉમેદવારોની જાહેરાત વહેલા કરીને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ત્રણ મહિના જેટલો સમય આપ્યો હતો. આ ઉમેદવારો તત્કાલીન સરકાર વિરુદ્ધ જનતામાં પ્રચાર પ્રસાર કરી શકે. ભાજપના જે ઉમેદવારોને કોઈ ઓળખતું નહતું તે ઓ બેકે તેથી વધુ વાર જનતામાં પ્રચાર કરી શક્યા. છત્તીસગઢમાં કાઉન્ટિંગ શરુ થયું ત્યારે શરુઆતી રુઝાન ભાજપ તરફી રહ્યું હતું. 21માંથી 10 બેઠકો પર ભાજપને જીત મળી ચૂકી હતી. 21 બેઠકોમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ સિવાય પ્રદેશના દિગ્ગજ પ્રધાનો સામે પણ ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
મહિલા સુરક્ષા માટે ભાજપની આક્રામકતાઃ છત્તીસગઢમાં જ્યારે ચૂંટણી પ્રચાર શરુ થયો ત્યારથી ભાજપ મહિલા સુરક્ષાને લઈને પઝેસિવ હતું. દીકરીઓ પર બળાત્કાર, રાજધાની રાયપુરમાં એસપી કાર્યાલય નીચે દુષ્કર્મ, નવા રાયપુરમાં ગેંગરેપ અને બસ્તરમાં પોટાકેબિનમાં બાળકીઓ સાથે રેપના મુદ્દે ભાજપે ખૂબ જ આક્રામકતા દેખાડી હતી. પ્રદેશના દરેક વિસ્તારમાં રેપના અનેક મામલામાં આરોપી કૉંગ્રેસ સંગઠના સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. ભાજપે આ મુદ્દો જનતા સમક્ષ રજૂ કર્યો હતો. ભાજપના મહિલા કાર્યકરોએ લોકોને ઘરે ઘરે જઈને જણાવ્યું કે કૉંગ્રેસ રાજમાં મહિલા અને દીકરીઓ સુરક્ષિત નથી.
મહતારી વંદન યોજનાઃ ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વખતે મહતારી વંદન યોજનાને સ્થાન આપ્યું. જેના લીધે મહિલાઓ ભાજપ તરફ આકર્ષાઈ હતી. આ યોજનાના ફોર્મ દરેક વિધાનસભા વિસ્તારમાં ભરવામાં આવ્યા હતા. કૉંગ્રેસ ભાજપની આ યોજનાના જવાબમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે હાંફળા ફાંફળા થઈને દિવાળીના દિવસે ગૃહલક્ષ્મી યોજનાની જાહેરાત કરી. જો કે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. સામા તહેવારે જનતાએ આ યોજના પ્રત્યે કોઈ ખાસ રુચિ દર્શાવી નહીં. બીજા તબક્કાના મતદાનમાં 70 બેઠકો પર ભાજપની મહતારી વંદન યોજનાની મોટી અસર જોવા મળી.
છત્તીસગઢના મતદાતાઓએ પીએમ મોદી પર ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે. વડા પ્રધાન મોદીના કામોને મહત્વ આપ્યું અને બધેલના વચનોને જાકારો આપ્યો છે...રમણ સિંહ (પૂર્વ મુખ્ય પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ)
આ વખતે કૉંગ્રેસ પાર્ટીની અંદર સર્વે બાદ અનેક લોકોની ટિકિટ કપાઈ જેમાં એક પણ પ્રધાનની ટિકિટ કપાઈ નહતી. જનતા દરેક પ્રધાનથી જ પરેશાન હતી. પ્રધાનો જનતાને સમય આપતા નહતા. તેમજ અનેકવાર મુખ્ય પ્રધાને પોતાના પ્રધાનોનો બચાવ કરવા માટે મેદાને ઉતરવું પડ્યું હતું.
જે લોકોએ છત્તીસગઢને લૂંટ્યુ છે, તેમને છોડવામાં નહીં આવે. કૉંગ્રેસ કુશાસન ખતમ થવાનું છે. મુખ્ય પ્રધાનનો નિર્ણય ધારાસભ્યો અને કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ કરશે...અરુણ સાવ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ
કૉંગ્રેસ જ્યારે છેલ્લે સત્તામાં આવી ત્યારે તેણે સિંહદેવને સામે રાખીને ચૂંટણી લડી હતી. 68 બેઠકો જીત્યા બાદ મુખ્ય પ્રધાન બનવા માટે ખેંચતાણ શરુ થઈ ગઈ. ચાર દાવેદારોમાંથી ભૂપેશ બધેલ પર પસંદગી ઉતારવામાં આવી. આ પસંદગીથી નેતાઓમાં અંદર અંદર દ્વેષ પેદા થયો હતો. જે પાંચ વર્ષ સુધી ચાલી હતી. આ વખતે મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલના નામે ઓનલાઈન સટ્ટા એપ સહિત અનેક કૌભાંડો બોલે છે. જ્યાં સુધી ભૂપેશ બધેલનું નામ ઉછળ્યું નહતું ત્યાં સુધી ભૂપેશ છે તો ભરોસો છે અભિયાન ચાલ્યું હતું. જેવું ભૂપેશનું નામ સામે આવ્યું કે તરત જ મુખ્ય પ્રધાન પદ માટે ભૂપેશનું નામ હટાવી લીધું હતું. ત્યારબાદ કૉંગ્રેસે ભરોસે કા સમ્મલેનના માધ્યમથી કાર્યકર્તાઓમાં એકતા માટે મહેનત કરવી પડી. જેની કોઈ ખાસ અસર થઈ નહીં. દરેક વખતે ટી.એસ. સિંહદેવ એમ જ કહેતા હતા કે કૉંગ્રેસ ભૂપેશને જ મુખ્ય પ્રધાન બનાવશે.
ઓબીસી ઉમેદવારોની પ્રાથમિકતાઃ ભાજપે પોતાના ઉમેદવારોની યાદીમાં સૌથી વધુ ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. છત્તીસગઢમાં ઓબીસી વોટર્સની સંખ્યા વધુ છે. તેથી ભાજપે રમેલ આ દાવ સફળ રહ્યો હતો. દરેક વિધાનસભામાં ઓબીસી વોટર્સે ભાજપ પર ભરોસો કર્યો.