મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. કોઇ વ્યક્તિનું વર્તન આપની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે માટે વર્તન અને વિચારશૈલીમાં વ્યવહારુ બનવાની સલાહ છે. આપને શરીર અને મનમાં અસ્વસ્થતા અને અજંપો લાગે તો અત્યારે કામકાજથી વિરામ લઈને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્ય માટે તેમની સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવજો અને તેમની સેવા કરજો. વાહન ચલાવવામાં અવિચારી ઉતાવળ ટાળવી.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપની ચિંતાઓ ઓછી થશે અને તેના કારણે સ્ફૂર્તિ તેમજ ઉત્સાહ ઓછો જણાશે. આપ વધુ લાગણીશીલ અને કલ્પનાશીલ બનશો. આપની કલા અને સર્જનશક્તિને બહાર લાવવા માટે સમય ઘણો અનુકૂળ છે. આપના કુટુંબીજનો પર આપનું ધ્યાન વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવાનું આયોજન કરી શકશો. આપના નાણાકીય આયોજનો પાર પડશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપનું નસીબ પણ આપને સાથ આપશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપને કામમાં સફળતા ચોક્કસ મળશે પણ તે મળતા થોડી વાર લાગશે. પણ આપ આપના પ્રયત્નો ચાલુ રાખશો તો ચોક્કસ તેમાં સફળતા મેળવી શકશો. આર્થિક આયોજનોમાં થોડા વિઘ્નો આવશે અને ત્યારબાદ આપ પ્રગતિ સાધી શકશો. ઓફિસમાં સહકાર્યકરોનો સંપૂર્ણ સહકાર મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઇ રહેશે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપનો આજનો દિવસ મિત્રો અને સ્નેહીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. આપ વધારે પડતા લાગણીશીલ બની જશો. આપનું લગ્નજીવન સારું રહેશે અને જીવનસાથી સાથેનું જોડાણ વધારે ગાઢ બનશે. આપને પ્રવાસ પર જવાનું થઇ શકે અને નાણાંકીય લાભ થવાના પણ યોગ છે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે કાનૂની બાબતોમાં ન પડવું હિતાવહ છે તેમ જણાઈ રહ્યું છે. આપ માનસિક ચિંતા અને બેચેનીનો અહેસાસ કરશો. આવી સ્થિતિમાં આધ્યાત્મિક વિચારો અને વિદ્વાન લોકો સાથે ચર્ચા અથવા માત્ર તેમનો સંગાથ કરવાથી પણ તમને સકારાત્મકતાનો અહેસાસ થશે. કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની સલાહ છે. પારિવારિક અને વ્યવાસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાની કળા શીખવી પડશે. સંયમિત વાણી અથવા મૌન આજે આપનું હથિયાર બની જશે. લાગણીનું પ્રમાણ વધુ રાખવાના બદલે તટસ્થ વલણ અપનાવીને કોઈપણ નિર્ણય લેવાની સલાહ છે. કોઇની સાથે ગેરસમજ હોય તો ચર્ચા દ્વારા દૂર કરી શકો છો.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપ અનેક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સ્ત્રી મિત્રોથી ફાયદો થશે. મિત્રો અને વડીલો સાથે આપનો સમય ખુશીમાં પસાર થશે. આપ ફરવા જવાનું વિચારી શકો. સંતાન અને પત્ની તરફથી પણ ખુશી મળે. આપને લગ્નજીવન સુખસંતોષમય રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. પ્રિયપાત્રને મળવાનું થઇ શકે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે ઘર અને ઓફિસમાં સારું વાતાવરણ મળવાને કારણે આપ ખુશ હશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકો ઉચ્ચ પદ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. માતા તરફથી ફાયદો થઇ શકે. સરકારને લગતા કામકાજમાં સફળતા મેળવી શકશો.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે શરીરમાં સુસ્તી અને કંટાળાના કારણે ઉત્સાહનો અભાવ વર્તાય. તેની અસર આપના કામ પર પડે નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી આ સમયમાં તમે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેજો. ઉચ્ચ અધિકારીઓ આપના માટે સાનુકૂળ નહીં હોય માટે મહત્વની ચર્ચા ટાળવી. સંતાનો સાથે અણબનાવ ટાળવા માટે પોતાની જીદ કે વિચારો તેમના પર લાદવાનો પ્રયાસ કરવાનું ટાળજો. અગત્યના નિર્ણયો લેવા માટે બીજાની મદદ લેવી પડશે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય નથી પરંતુ વર્તમાન કાર્યોમાં જો વધુ ખંત અને કટિબદ્ધતા સાથે આગળ વધશો તો અપેક્ષિત સમયમાં પાર પડવાની શક્યતા છે. આપે આરોગ્યની પણ સંભાળ લેવી પડશે. ખાસ કરીને શરદી, ખાંસી કે પેટની તકલીફો થઇ શકે. કોઇ ઓપરેશન કરાવવા માટે પણ દિવસ યોગ્ય નથી. આપનાં મનમાં ચિંતા અને બેચેની રહેતી હોય તો આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપો અથવા દેવસ્થાનની મુલાકાત લેવાથી સ્થિતિ બહેતર થઈ જશે. અચાનક આવતા ફેરફારો માટે તમારા મનને તૈયાર કરવું પડશે. આપના ખર્ચનું પ્રમાણ વધશે. બોલવામાં સંભાળવું પડશે.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. વિવિધ એજન્સીઓ દ્વારા આપનો વેપાર વિસ્તરે અને તેનો વિકાસ થાય. દલાલી કમિશન વ્યાજ વગેરેની આવકમાં વધારો થવાથી નાણાંકીય છૂટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. સંતાનોના અભ્યાસ અંગે દોડધામ રહે. કાર્યમાં સફળતા મળે. વિચારોમાં થોડી દ્વિધા અને અસ્િથરતા રહે. વિજાતીય વ્યક્તિઓથી મિલન-મુલાકાત થાય. તંદુરસ્તી સારી રહે. વાહન, માન, મોભો અને જાહેર સન્માન મળે. નવા વસ્ત્રોની ખરીદી થાય. નાનકડો મનોરંજક પ્રવાસ થાય.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ કામમાં સફળતા મેળવવા માટે ઘણો સારો છે. આપના કામની કદર થશે. કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. આપને તન મનમાં તાજગી જણાશે. નોકરી અને કામકાજમાં સહકર્મચારીઓની મદદ આપને મળી રહેશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. બિમારી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપની કલ્પનાશક્તિ વધુ નિખરશે અને આપ સાહિત્ય સર્જન કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આપના સ્વભાવમાં લાગણીનું પ્રમાણ વધુ રહેશે. પેટની તકલીફ અને માનસિક થોડીઅસ્વસ્થતા અનુભવાશે માટે સાચવજો. આપે મનને સ્થિર રાખવું પડશે. પ્રેમીજનો માટે પણ સમય સારો છે.