ETV Bharat / state

પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગકાંડ: 7 આરોપીઓના જામીન નામંજૂર, તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા - PATAN MEDICAL COLLEGE RAGGING CASE

પાટણ મેડિકલ કોલેજના રેગિંગ ઘટનામાં 15 માંથી 7 વિદ્યાર્થીઓએ જામીન અરજી કરી હતી.જે કોર્ટે નામંજૂર કરતા તમામ આરોપી વિદ્યાર્થીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે.

તમામ આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
તમામ આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 8:49 PM IST

પાટણ: પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સીનિયર્સ વિદ્યાર્થી (ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી)ઓ દ્વારા રેગિંગ કરાતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું હતું. આ ઘટના બાદ રેગિંગને લઈ રોજ નવાં-નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે.

7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા: મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. તમામ આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં છે.

તમામ આરોપી વિદ્યાર્થીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં (Etv Bharat Gujarat)

પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતા આજે બુધવારે સાંજે ફરી 15 આરોપી વિદ્યાર્થીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશન સિવિલ જજ ડો.એચ.પી જોષીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડ માગ્યા ન હતા.

જામીન અરજી કોર્ટે નામંજૂર કરી: બીજી તરફ 15માંથી 7 આરોપીઓએ જામીન અરજી મુકી હતી. જે જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અને તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:

  1. પાટણ ધારપુર કોલેજ રેગિંગ: તમામ 15 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર
  2. પાટણ રેગિંગકાંડમાં 15 આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ, આજે કોર્ટમાં કરાયા રજૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.