ETV Bharat / bharat

Horoscope for the Day 26 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

Horoscope for the Day 26 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

author img

By

Published : Mar 26, 2022, 3:01 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનો દિવસ શુભાશુભ ફળ ધરાવનારો હશે. વિચારોમાં પરિવર્તન આવવાના કારણે મહત્‍વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઇ શકો. તેથી આજે મહત્‍વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઇ સાથે વાદવિવાદમાં ન ઉતરવું.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ છે. દ્વિધાયુક્ત વલણ આપના હાથમાં આવેલી તકને સરકાવી શકે છે માટે આવી સ્થિતિમાં વ્યવહારુ અને બાંધછોડભર્યું વલણ અપનાવશો તો કોઇ પણ વિપરિત સ્થિતિમાંથી બહાર નીકળવું આપના માટે મુશ્કેર રહેશે નહીં. પ્રવાસનું આયોજન કરી શકો છો પરંતુ થોડી સાવચેતી રાખવી. કદાચ તેના આયોજનમાં થોડો ફેરફાર કરવો પડે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટસીઓ માટે સમય અનુકૂળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અપનાવવાનું સલાહ આપવામાં આવે છે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ ખૂબ આનંદથી પસાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું રહે અને મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. આજે આપનાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. ભેટસોગાદ અને ઉપહારો મળતાં મન આનંદિત થાય.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના મનમાં માનસિક અજંપો રહે જેના કારણે કોઇ એક નિશ્ચય પર આપ ન આવી શકો અને દ્વિધાયુક્ત માનસના કારણે હેરાનગતિ થાય. આ સ્થિતિમાં વધુ વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. સગાંસંબંધીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી મનદુઃખ કે અણબનાવ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. આવક કરતાં જાવક વધે. ઝગડો, મારામારીથી દૂર રહેવું. કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવી. અકસ્‍માતથી સંભાળવું. અવિચારી વર્તનથી દૂર રહેવું. આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. ધનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનો દિવસ લાભ આપનારો નીવડશે. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્‍મકતા પ્રવર્તતી હોવાના કારણે આપ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ પડતા વિચારોમાં આપ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. નવા કાર્યો અંગે કરેલા આયોજનો પાર પડે. વેપારી નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો સમય છે. વેપારમાં લાભ અને નોકરીમાં બઢતીના યોગો છે. પિતા તરફથી લાભ થાય. ઉપરી અધિકારીઓ તરફથી લાભ થાય. પારિવારિક વાતાવરણ આનંદમય રહે. ઓફિસના કાર્યો અંગે બહારગામ જવાનું થાય.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. વર્તમાન સમયમાં આપને વ્‍યવસાયમાં લાભની તકો મળશે. નોકરીમાં ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. બૌદ્ધિક તેમજ લેખન કાર્યમાં આપ સક્રિય રહેશો. વિદેશથી મિત્રો કે સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. પૌષ્ટિક આહાર અને પુરતા આરામથી શરીરમાં ચુસ્તિ-સ્ફૂર્તિનું પ્રમાણ સારી રીતે જાળવી શકશો.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો દિવસ શાંતિ અને સ્‍વસ્‍થતાથી પસાર કરવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા મળશે પરંતુ પ્રયાસ અને પરિશ્રમ બંને વધુ રાખવા પડશે. તમારા સ્વભાવમાં સૌમ્યતા અને વ્યવહારુતા જેટલી વધુ હશે એટલી ઝડપથી સફળતાની આશા રાખી શકશો. કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાં ખર્ચ વધવાની શક્યતા હોવાથી તમારા હાથે કોઈ બિનજરૂરી ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ સુખમય અને આનંદમાં પસાર થશે. આજે આપ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્રપરિધાન આપના આજના દિવસની વિશેષતા હશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં ઝડપી પરિવર્તન આવે. લેખનકાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. વર્તમાન દિવસે આપના વ્‍યાપાર કે ધંધાનું વિસ્‍તરણ થાય. આ અંગે આપ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય પળોજણો અવરોધવાનો પ્રયાસ કરશે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો પર વિજય મળે. આરોગ્‍ય સારું રહે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે માટે કદાચ નિર્ણયશક્તિ ઘટતી હોય તેવું પણ લાગી શકે છે. સ્‍ત્રીઓએ વાણી પર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્‍યાં સુધી નિવારવા. સંતાનોનો સંબંધિત બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. લેખનકાર્ય કે સર્જનાત્‍મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ કેટલીક તમને નાપસંદ હોય તેવી બાબતો કારણે ઉત્‍સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવો. માતાનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આગોતરી કાળજી લેવી. આજે આપના વલણમાં તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. શારીરિક, માનસિક સ્‍વસ્‍થતા જાળવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. ઉંઘ પણ પુરતા પ્રમાણમાં લેવી. ધન-કીર્તિમાં વધારો કરવા માટે પ્રયાસ વધારવા પડશે. નોકરીયાતોને નોકરીમાં કટિબદ્ધતા અને સમર્પણ વધારવું પડશે. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.