મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજના દિવસે આપને ખર્ચ કરવામાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ખાવાપીવામાં સંયમ જાળવો. આરોગ્ય બગડવાની શક્યતા છે. ટૂંકમાં આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો વર્તમાન દિવસ શુભ ફળદાયક છે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. આજે આપનામાં વૈચારિક સ્થિરતા રહે. પરિણામે આપ ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. આજે આપ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરો. પરિવારના સભ્યો સાથે આનંદથી સમય પસાર કરો. આપનો આત્મવિશ્વાસ વધશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્વસ્થતા અને આંશિક બેચેની ધરાવતો હશે. તંદુરસ્તી થોડી નરમ રહેશે જેમાં ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી. આધ્યાત્િમકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂપ બનશે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્યો છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થાય. અન્ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્તો સાથે મિલન- મુલાકાત થાય. સ્ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્નીથી સુખ મળે. લગ્નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્ય સારું રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. મિત્રો સાથે રમણીય સ્થળે પ્રવાસનું આયોજન થાય. ઉત્તમ ભોજન મળે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે ફાયદાકારક છે. આપ કામથી સૌને પ્રભાવિત કરશો. મનની દૃઢતા અને આત્મવિશ્વાસને કારણે આપ સારી રીતે આપનું કાર્ય પૂર્ણ કરી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામના વખાણ કરશે. પદોન્નતિની શક્યતા પણ છે. પિતાથી લાભ મળી શકે. જમીન અને વાહનને લગતા કામ પતાવવા સમય યોગ્ય છે. રમત અને કલાજગતમાં પોતાની નિપુણતા બતાવવા માટે પણ સમય સારો છે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપનો દિવસ ધાર્મિક કાર્યમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશ જવાની તક ઊભી થશે. સહોદરોથી લાભ મેળવી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવું પડશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપના શરીર અને મન સ્વસ્થ રહેશે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. ધાર્મિક કાર્યો અને તેમાં સફળતા મેળવવા માટે સમય ઉત્તમ છે. આપે હમણાં નવું કામ શરૂ ન કરવું જોઇએ. સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના વિરોધીઓ આપની તકલીફો વધારી શકે છે માટે તેમનાથી સતર્ક રહેવું. પાણી અને સ્ત્રીઓથી સાવધ રહેવું તેમ જ ભગવાનના નામ સ્મરણ અને ચિંતનથી મનને શાંતિ મળી શકશે.
.વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપના રોજબરોજના કામમાં ફેરફાર થઇ શકશે. આજે આપ મનોરંજન અને મોજમસ્તી માણવા ઇચ્છશો. આપને આપના મિત્રો અને પરિવારજનોનો સાથ મળી શકશે. સમાજમાં આપના માન-પાન વધશે. આપ નવા પોશાકો અને વાહન પણ ખરીદી શકશો. ભાગીદારીમાં ફાયદો મેળવી શકશો. લગ્નજીવનમાં આનંદની પળો માણી શકશો. પ્રિયજનને મળવાનું થાય અને આર્થિક ફાયદો થવાની પણ શક્યતા છે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને નાણાંકીય ફાયદો થઇ શકશે. નોકરીમાં બઢતી અને આવકમાં વધારો થશે. સહકર્મીઓની મદદ મળી રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપના ઘર પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપના પ્રતિસ્પર્ધીઓની કોઇ યુક્તિ સફળ થઇ શકશે નહીં. આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રોને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપને માનસિક અજંપો અને મુંઝવણ ટાળવા માટે આજે તમે નિયમિત કામકાજમાંથી થોડો વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિઓમાં રુચિ લો અને મન હળવું કરો તેવી સલાહ છે. અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંતાનોની બાબતો અથવા તેમને લગતા કાર્યો તમને વધુ વ્યસ્ત રાખશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. પેટની તકલીફો હોય તેમણે સ્વાસ્થ્ય વધુ સંભાળવું. પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આરોગ્યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે પરંતુ ફાવી શકે તેમ નથી. મનમાંથી અજંપો અને સુસ્તી દૂર કરીને ખાસ કરીને પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી રહેશો તો ભાવિ ઘર્ષણની સ્થિતિ અગાઉથી જ ટાળી શકશો. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જાહેર જીવનમાં વધુ પડતો ભાગ લેવાનું ટાળવાની સલાહ છે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે નવા કામની શરૂઆત કરી શકશો. સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. માનસિક સ્વસ્થતા સાથે નિર્ણયો લઇ શકશો. વિરોધીઓ સામે આપની જીત થશે. કોઈ સાથે લાગણીના તાંતણે આપ બંધાશો. આપના નસીબ ઉઘડશે. સ્વજનોને મળીને તેમજ માન-પાન મેળવીને આપ ખુશ રહેશો.