ETV Bharat / bharat

Horoscope for the Day 4 DECEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
author img

By

Published : Dec 4, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી પડે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. હિતશત્રુઓ આપને હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપને દાંપત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે આપ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ પસાર કરશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પિકનિક પર જવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપને થોડો શારીરિક માનસિક ઉચાટ અનુભવાશે તેમ જ કુટુંબીજનો સાથે પણ વર્તન અને વાણીમાં સૌમ્ય રહેવાનું પડશે. માતા પ્રત્યે વધુ લાગણીશીલ બનશો. આજનો દિવસ જમીન, વાહન કે મકાનની ખરીદી તેમ જ તેના દસ્તાવેજ માટે યોગ્ય નથી. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરશો તો ઘણી સમસ્યાથી બચી શકશો. પાણીથી સાચવવું પડે. નોકરીમાં સ્ત્રીઓ સાથે કોઈપણ કામકાજ વખતે સાવચેત રહેવું.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપનું મન કકારાત્મક વિચારોમાં પરોવાય તેનો તમારે મહત્તમ પ્રયાસ કરવો પડશે. ક્રોધ છોડીને વાણી અને વર્તનમાં બીજાને સહકાર અને આદર આપવાની ભાવના કેળવશો તો તમારા સંબંધો ખીલી ઉઠશે. જો સહકારની ભાવના નહીં હોય તો પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ જશે. ખોટો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો. તબિયતની કાળજી લેવાની સલાહ છે. ખોટા કામથી પોતાની જાતને દૂર રાખજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવાની સલાહ છે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપનું શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારજનો સાથે સુખની પળો માણી શકશો. મિત્રો અને સ્નેહીજનો પાસેથી ભેટ સોગાદ મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદ માણી શકશો. શુભ પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આર્થિક ફાયદો કે પ્રવાસ થવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં પણ આનંદ મેળવી શકશો.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે ગુસ્‍સાને અંકુશમાં રાખવો પડશે અને આપના પરિવારજનો તેમ જ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવા પડશે. આપના બેફામ વાણી અને વર્તન ઝઘડાનું મૂળ બની શકે છે માટે વાણીમાં સ્પષ્ટતા અને નરમાશ રાખવી અથવા મૌન રહેવું. આકસ્મિક ઈજાથી બચીને રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજનો આપનો દિવસ દરેક રીતે લાભદાયી છે. આપ મિત્રો અને સ્નેહીઓને મળીને આનંદ અનુભવશો. પ્રિયજનને મળીને રોમાંચ અનુભવશો. થોડા પ્રયત્ને લગ્નોત્સુક જાતકોના લગ્ન થઇ શકે છે. નોકરી તેમ જ ધંધામાં આવક વધશે. લગ્નજીવન માણી શકશો. નવી વસ્તુની ખરીદી થઇ શકશે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. દરેક કામ આપ સરળ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વેપાર કે નોકરીમાં પણ પ્રગતિ સાધી શકશો. સરકારી કામકાજ કોઇ વિઘ્ન વગર સંપન્ન થશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળી રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મન હળવું થશે. આર્થિક રીતે પ્રગતિ થઇ શકે. આપનું લગ્નજીવન સુખરૂપ રહેશે તેમ જ લોકોમાં આપના પ્રતિ આદરભાવ વધશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપ આંશિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. શરીરમાં સ્ફુર્તિનો અભાવ વર્તાય તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લેજો. તેનાથી પુનરુર્જિત થશો અને આપ્તજનો સાથે સમય વિતાવીને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવી શકશો. કોઇ કામમાં વિલંબ થાય તો પણ પ્રયાસો છોડવા નહીં. નસીબના ભરોસે વધુ પડતું બેસી રહેવાનું આપને મોંઘું પડશે. આજે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તમારું વર્તન સૌમ્ય રહેવું જોઈએ. સંતાનો સંબંધિત કામકાજોમાં સમય આપવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.