ETV Bharat / bharat

Horoscope for the Day 18 October : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - 18 OCTOBER

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 18 October
Horoscope for the Day 18 October
author img

By

Published : Oct 18, 2021, 6:19 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ અસ્‍વસ્‍થતા અને બેચેનીમાં પસાર થવાની શક્યતા હોવાથી કામકાજમાં મન ઓછુ લાગે. તબિયતમાં ખાસ કરીને શરદી, કફ, તાવનો ઉપદ્રવ વધી શકે છે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા પર આફત આવી પડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનમાં અગાઉની તુલનાએ ચિંતા અને અજંપો વધુ રહે. કોઈપણ નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપને ધનવૃદ્ધિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સંપર્કો પણ થાય. પરિવારના સભ્‍યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્‍ત્રીપાત્ર તરફથી માન- સન્‍માન મળી શકે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. આજે આપ શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખ માણી શકશો. પુત્ર અને પત્‍નીથી આનંદ થાય.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના શરીર અને મન સ્વસ્થ તેમ જ આનંદમાં રહેશે. ઓફિસમાં લોકો આપના કામના વખાણ કરશે. ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કામની સરાહના કરીને પ્રોત્સાહન આપશે. આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લોકો વચ્ચે આપનું માન-પાન વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો તેમ જ પારિવારિક જીવન પણ મોજમસ્તીથી ભરપૂર રહેશે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ ધાર્મિક પ્રવૃત્તિઓ કરશો તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો. આપનું શરીર અને મન આનંદિત રહેશે. આપનું નસીબ જાગે તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે પણ સારો સમય માણી શકશો. વિદેશના પ્રવાસે જવાનું થાય તેવી પણ શક્યતા છે. નોકરીમાં ફાયદો થઇ શકે અને અચાનક નાણાંકીય ફાયદો થવાના પણ યોગ છે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ થોડો તકલીફવાળો કહી શકાય. ખાસ કરીને કામના ભારણને અનુલક્ષીને આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. ખાનપાનમાં ધ્યાન રાખવું પડશે. મનમાં નકારાત્મકતાને ન આવવા દેશો અને શક્ય હોય ત્યાં સુધી પરિવારજનો સાથે વધુ વિનમ્રતા રાખવી પડશે. ચિંતા ઓછી કરી આગળ વધવા માટે પ્રભુનુ નામ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ માર્ગ છે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે અનુકૂળ જણાઇ રહ્યો છે. પ્રિયજન સાથેની નિકટતા આપને આનંદિત કરશે. આપના લગ્નજીવનમાં વધુ આત્મીયતા અનુભવશો. આપ વિજાતીય પાત્રો સાથે સમય ગાળવાનું પસંદ કરશો. સમાજમાં અને લોકોમાં આપના માન-પાન વધશે. ભાગીદારો સાથેની સંવાદિતામાં પણ વધારો થશે. આપ ખૂબજ સરસ પોશાકો, ઘરેણાં અને ભોજન માણી શકશો તેમ જ નવું વાહન પણ ખરીદી શકશો.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સારા પ્રસંગો બનશે. કામમાં સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મેળવી શકશો. આપનું આરોગ્ય સારું રહેશે. આપ જરૂર લાગશે ત્યાં જ ખર્ચ કરશો. નોકરીમાં આપની પ્રગતિ થશે અને આપ સફળતા પણ મેળવશો. આપને મોસાળમાંથી સમાચાર મળશે. નાણાંકીય લાભ થઇ શકે છે. સાથે અને હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર મેળવી શકશો.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનું સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે. બાળકોને લગતી બાબતોમાં આજે વધુ સમય આપવો પડશે. આજે વધુ પડતી યશપ્રાપ્તિની ઝંખના છોડીને તમારી યથાસ્થિતિ જાળવવામાં તેમજ પોતાના કાર્યોનો નિવેડો લાવવામાં વધુ વ્યસ્ત રહેવાની સલાહ છે. આજે શેર-સટ્ટાના કામમાં ન પડવું જોઇએ. શક્ય હોય તો યાત્રા-પ્રવાસ ટાળવો જોઇએ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફળતા મેળવી શકશે. આપની નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પડશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપને શારિરીક રીતે થોડા થાકેલા રહેશો માટે જો રોજિંદા કાર્યોમાંથી વિરામ લઇને આરામ કરો અથવા પોતાના મોજશોખને લગતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો તો પુનરુર્જિત થઈ શકશો. તેનાથી માનસિક રીતે પણ પ્રફુલ્લિતા વધશે. ઘરનું વાતાવરણ આનંદિત રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. લોકોની વચ્ચે શક્ય હોય એટલી સહકારની ભાવના રાખવી જેથી તેમના તરફથી આદર અને માન મળી શકે. ઊંઘ વધુ લેવાની અને ભોજન સમયસર લેવાની સલાહ છે. મહત્વના દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. રોજના કામકાજ માટે પરિસ્થિતિ અનુકૂળ બનતા આપ માટે સરળતા થઇ જશે. પારિવારિક જીવનની સમસ્યાઓનો ઉકેલ મળશે. મિલકત અને સંપત્તિને લગતા પ્રશ્નોનું સમાધાન મળશે. આપને વેપારમાં નાણાંકીય લાભ થઇ શકે છે. સહોદરોનો સાથ સહકાર મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. આપ પ્રિયજનને મળી શકશો. પ્રતિસ્પર્ધીઓ સામે આપ જીત મેળવશો. નવું કામ શરૂ કરવા માટે દિવસ સારો છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. જો આજે વાણી પર અંકુશ રાખશો તો ઘણી ઉપાધિઓને નિવારી શકશો. વધારે પડતી ચર્ચાઓ કે દલીલોમાં પડશો નહીં. ખોટા ખર્ચા ટાળવાની સલાહ છે. આપને કામમાં જોઇએ તેવી સફળતા મેળવવા માટે પરિશ્રમ વધારવો પડશે અને બીજાના સહકારની પણ જરૂર પડશે. ગજા બહારનું કામનું ભારણ લેવાનું ટાળજો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય કહી શકાય. નાણાંકીય બાબતોમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. નવું કામ શરૂ કરવા માટે પણ દિવસ સારો છે. મિત્રો અને સગા-વ્હાલાઓને મળવાનું થાય. તેમની સાથે હરવા-ફરવા જાઓ તેવી પણ શક્યતા છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. આર્થિક લાભ પણ થઇ શકે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.