મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આપ અન્યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્યો સાથેના આપના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આપ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપે કરેલી મહેનતનું અપેક્ષા મુજબ પરિણામ ન મળે છતાં આપ ચીવટપૂર્વક કામમાં આગળ વધી શકો. આજે સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચનલેખનમાં અભિરૂચિ વધશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
આજે આપને વૈચારિક સ્થિરતા રાખવાની ખાસ સલાહ છે કારણ કે તમારા મનમાં એક સાથે સંખ્યાબંધ વિચારો ચાલતા હોવાથી કોઈપણ બાબતે નિર્ણય લેવામાં પાછા પડો તેવી શક્યતા છે. વધારે પડતી સંવેદનશીલતા મનને આળું બનાવી શકે છે. માતા કે સ્ત્રીવર્ગ પ્રત્યે વધુ સંવેદનશીલતા અનુભવાય. બૌદ્ધિ ચર્ચાઓનો પ્રસંગ બને. વાદવિવાદ ટાળવો. કૌટુંબિક કે જમીનજાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વજનો કે સ્નેહીઓ સાથે મનદુ:ખ થાય. સ્વસ્થ નિદ્રાનો અભાવ રહે. આજે પ્રવાસ ન કરવો.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્યનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા મેળવવા માટે આયોજન, વૈચારિક નવીનતા અને પરિશ્રમનો સંગમ હોવો જરૂરી છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેનો સંદેશ વ્યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહમ આપનું કામ બગાડી શકે છે માટે શાંતિ રાખવાની સલાહ છે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આપનો આજનો દિવસ એકંદરે સારી રીતે પસાર થશે. તન અને મન પ્રસન્ન રહેશે. મિત્રો- સ્નેહીઓ સાથે તાજગીસભર ઉલ્લાસપૂર્ણ મિલન થાય. સુંદર ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિથી આપ સંતોષ અનુભવો. આનંદદાયક પ્રવાસની શક્યતા છે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આપની વાણી અને વર્તનને સંયમમાં રાખવો પડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી ટાળવાની સલાહ છે. પરોપકારનો બદલો મેળવવાની અથવા યશ પ્રાપ્તિની વધુ પડતી આશા રાખવી નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. તબિયતમાં કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. દ્વિધાઓ અને સમસ્યાઓ મનની શાંતિ હરી લેશે. આધ્યાત્મિક વાંચન કે ઇશ્વરનું નામ સ્મરણ શાંતિ આપશે.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આજે આપને દરેક બાબતે આનંદ અને સંતોષ અનુભવાશે. પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. શુભ કાર્ય થઇ શકશે. લગ્નોત્સુકોના લગ્ન થવાની પણ શક્યતા છે. બિઝનેસ અને નોકરીમાં સારી તકો મેળવી શકશો અને આવક વધશે. મિત્રો સાથે હરવાફરવાનું થાય તેમનાથી લાભ થાય. વડીલોનો સહકાર મળશે અને આપ પ્રગતિ સાધી શકશો.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આજે આપનામાં પરોપકારી ભાવના હોય. તેથી અન્યને મદદરૂપ બનવા આપ ઉત્સુક રહો. બિઝનેસ અંગે યોગ્ય આયોજન કરી શકો. આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. વ્યાપાર અર્થે બહારગામની મુસાફરી કરવાનું બને. ઉપરી અધિકારીઓ ખુશ રહે. હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે. ગૃહસ્થજીવન આનંદમય રહે.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
બૌદ્ધિક તેમજ લેખનકાર્યને લગતી કોઇપણ પ્રવૃત્તિમાં આજે આપ સક્રિય રહેશો. નવા સાહિત્ય સર્જન અંગે આપ આયોજન પણ્ કરી શકો. પરંતુ માનસિક રીતે આપ આજે થોડી વ્યાકુળતા રહે માટે કામના ભારણની સાથે સાથે મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ થોડુ ધ્યાન આપવું. સહેજ આળસ અને કંટાળો રહેવાની શક્યતા પણ છે. સંતાનોના ભણવાની ચિંતા રહે. સરકારી કામકાજમાં આજે અનુકૂળ પરિસ્થિતિ ન રહે. વ્યાવસાયિક નવી વિચારસરણી અપનાવી શકશો. નાણાંના ખોટા વ્યયથી બચવું. એકંદરે આજનો દિવસ મધ્યમ હોવાનું જણાઈ રહ્યું છે.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આજે આપને વધુ પડતા વિચારો સતાવે, પરિણામે માનસિક થાક અનુભવાય. ગુસ્સાની લાગણી ટાળીને દરેક બાબતે વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. કોઇપણ પ્રકારના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જીભ પર સંયમ રાખવો. પરિવારમાં વિખવાદ થવાની સંભાવના છે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક ભીંસ અનુભવાય. પ્રભુસ્મરણ અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
આપનો વર્તમાન દિવસ સુખશાંતિથી પસાર થશે. વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે. પતિ- પત્ની વચ્ચે દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મિલન મુલાકાત થાય. પ્રેમીજનોનો રોમાન્સ વધુ ગાઢ બનશે. જાહેર જીવનમાં પ્રસિદ્ધિ મળે. ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય.