તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજનું રાશિફળ: આજનો દિવસ આપની અપેક્ષાની તુલનાએ થોડો પ્રતિકૂળતાભર્યો હોવાથી સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. ખાસ કરીને આજે આપની તબિયતમાં સુસ્તિ અને બેચેની રહે. માનસિક રીતે પણ વૈચારિક ગડમથલ ટાળવા માટે સકારાત્મક વ્યક્તિઓને મળવું અને પ્રેરાણદાયક લોકોના જીવનચરિત્ર પણ વાંચી શકો છો. આપની વાણી અને વ્યવહારથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેની સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે વિનમ્રતાપૂર્વક વર્તન રાખવું. આવક કરતાં ખર્ચનું પલ્લું ભારે રહેશે. ક્રોધને કાબુમાં રાખવાની સલાહ છે.
સાપ્તાહિક રાશિફળ: અત્યાર સુધીના સંઘર્ષના પરિણામ આવે તેવી શક્યતા છે. આ અઠવાડિયે તમને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.
Lucky Colour: Saffron
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય : મીઠું દાન કરો.
સાવધાની : તમારી વાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.