મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
આજનું રાશિફળ: આજના દિવસે સાવધાનીથી ચાલવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તેમાંથી કંઈક નવું શીખવા તો મળશે જ. પરિવારમાં સૌહાર્દ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આરોગ્યમાં ચડાવઉતારની શક્યતા નકારી શકાય નહીં. અકસ્માતથી સંભાળવું. વ્યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને પગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્ય સિંહ રાશિમાં આવવાથી આગામી દિવસોમાં તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. માન-સન્માન ઘટાડો આવવાની શક્યતા પણ છે. તમારી કેટલીક ગુપ્ત યોજનાઓ કે, જે અત્યાર સુધી બધાથી છુપાયેલી હોય તે હવે જાહેર થવાનો તમને ડર સતાવશે. જોકે, તમે પૂજાપાઠમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને કોઇ મંદિરમાં દાન કરશો. તમે ઇશ્વરની ભક્તિમાં પોતાની જાતને ઓતપ્રોત કરશો અને તેનાથી માનસિક શાંતિ મળશે.
ઉપાય – દરરોજ સૂર્યને જળનું અર્ઘ્ય આપવું.
સાપ્તાહિક રાશિફળ: માતા -પિતાનો સહયોગ/આશીર્વાદ મળશે, અભ્યાસમાં સારો દેખાવ રહેશે.
Lucky Colour:Green
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય : ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો
સાવધાની : વડીલના મંતવ્યને અવગણશો નહીં