મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આજનું રાશિફળ: આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.
સાપ્તાહિક રાશિફળ: આવકમાં વૃદ્ધિનો યોગ બનશે, લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે.
Lucky Colour: Sky-blue
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : ધર્મસ્થળો પર કાર સેવા
સાવધાની : કોઈનું અપમાન ન કરો; સ્વાગત સત્કાર કરો