મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આજનું રાશિફળ: આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.
સાપ્તાહિક રાશિફળ: તમારૂ પદ પહેલા કરતા સુધરશે. કોર્ટ- કાયદા સંબંધિત બાબતો તમારી તરફેણમાં રહેશે.
Lucky Colour: Red
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : લાલ ચંદનનું તિલક લગાવવું
સાવધાની : વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો