કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજનું રાશિફળ: આજનો દિવસ આપના માટે સમગ્રતયા લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્યવાસયના ક્ષેત્રે આપને લાભ થાય. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપે. તેમની સાથે પ્રવાસ પર્યટને જવાનું થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન ગોઠવાય. સ્ત્રી મિત્રોથી ફાયદો થાય. દાંપત્યસુખ સારું રહે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.
ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.
સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.
Lucky Colour: Grey
Lucky Day: Tuesday
સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો
સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો