ETV Bharat / bharat

Baba Ka Dhaba મામલામાં યુટ્યૂબર ગૌરવ વાસન સામે દાખલ થશે ચાર્જશીટ - કાંતા પ્રસાદ સમાચાર

દિલ્હીના માલવીયનગર (Malviya Nagar)માં આવેલા બાબા કા ઢાબા (Baba Ka Dhaba)નો વીડિયો બતાવીને ગૌરવે સહાયતા માટે મળેલી રકમમાં ગડબડ કરી હતી. તેણે પોતાના અને તેની પત્નીના બેન્ક ખાતામાં 4 લાખ રૂપિયાથી વધારે રૂપિયા મળ્યા હતા. આ રકમ તેણે બાબાને તેની સામે FIR દાખલ થયા બાદ આપી હતી. આ માટે પોલીસે આ મામલામાં ગૌરવ વાસણ સામે આરોપપત્ર દાખલ કરવા જઈ રહી છે.

Baba Ka Dhaba મામલામાં યુટ્યૂબર ગૌરવ વાસન સાેમ દાખલ થશે ચાર્જશીટ

author img

By

Published : Jun 21, 2021, 9:27 AM IST

  • બાબા કા ઢાબા (Baba Ka Dhaba)ના વીડિયોનો મામલો
  • બાબા કાન્તા પ્રસાદે યુ-ટ્યૂબર ગૌરવ વાસન સામે નોંધાવી FIR
  • પોલીસ આરોપી ગૌરવ વાસન સામે આરોપપત્ર દાખલ કરશે

નવી દિલ્હીઃ માલવીય નગરમાં આવેલા બાબા કા ઢાબા (Baba Ka Dhaba)નો વીડિયો જોઈને ગૌરવે સહાયતા માટે મળેલી રકમમાં ગડબડ કરી હતી. તેણે તેના અને તેની પત્નીના બેન્ક ખાતામાં 4 લાખ રૂપિયાથી વધારે રકમ લીધી હતી. આ રકમ તેણે બાબાને પોતાની સામે થયેલી FIR દાખલ થયા પછી આપી હતી. આ માટે ઝડપથી પોલીસ આ મામલામાં યુટ્યૂબર (Youtuber) ગૌરવ વાસન સામે આરોપપત્ર દાખલ કરવા જઈ રહી છે. તો બીજી તરફ ઉંઘની ગોળી ખાવાથી અત્યારે બાબાની હાલત ગંભીર છે.

આ પણ વાંચો- 'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બાબાનો વીડિયો બનાવી ગૌરવ વાસન પોતે પૈસા કમાયો

આ અંગે મળતી માહિતી અનુસાર, ગયા ઓક્ટોબર મહિનામાં ગૌરવ વાસને પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર બાબા કા ઢાબા (Baba Ka Dhaba)ની સ્ટોર બતાવી હતી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે, કઈ રીતે 80 વર્ષીય વડીલ ઢાબા ચલાવીને મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થતા જ મોટી સંખ્યામાં લોકોએ બાબાની મદદ માટે હાથ આગળ લંબાવ્યો હતો. આ દરમિયાન લોકોને બાબાની મદદ કરવા માટે ગૌરવે પોતાના અને તેની પત્નીનું બેન્ક ખાતું આપ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ સહાયતા માટે બંનેના બેન્ક ખાતામાં રૂપિયા મોકલ્યા હતા. સૂત્રોનું માનીએ તો, આ રકમ 4 લાખથી વધારે રૂપિયાની હતી. આ રકમ બેન્ક ખાતામાં આવ્યા બાદ ગૌરવે બાબાને તે રકમ આપી ન હતી.

આ પણ વાંચો- બાબા કા ઢાબાવાળા કાન્તા પ્રસાદ ફરી રસ્તા પર આવ્યા... જુઓ કઈ રીતે?

બાબાએ નોંધાવી હતી FIR

આ મામલામાં બાબાને દાનની રકમમાં ગડબડીની શંકા થઈ હતી. તેમણે અનુભવ્યું કે, જે લોકોએ તેમની મદદ માટે જે રકમ આપી છે તે તેમની પાસે નથી પહોંચી. એટલે તેમણે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગૌરવ વાસન સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પછી પોલીસ FIR પણ દાખલ કરી હતી. ગૌરવ અને તેની પત્નીના બેન્ક ખાતાને તપાસ્યું તો ખબર પડી તે તેમના ખાતામાં મદદ માટે લેવામાં આવેલા 4 લાખ રૂપિયાથી વધારે રકમ આવી છે, પરંતુ આ રકમ તેમણે બાબાને નથી આપી, પરંતુ તેની સામે FIR દાખલ થઈ તો તેણે તે રકમ બાબાને આપી દીધી હતી એટલે પોલીસે તેની ધરપકડ નહતી કરી.

કોર્ટમાં દાખલ થશે આરોપપત્ર

આ મામલામાં ગૌરવ વાસને બાબા કાન્તા પ્રસાદ સાથે સમાધાન થવાની જાણકારી પોલીસને આપી હતી, પરંતુ કાન્તા પ્રસાદે તેનાથી ઈનકાર કરતા કેસને આગળ વધારવા કહ્યું હતું. આ જ કારણથી પોલીસ, આરોપી ગૌરવ વાસન સામે FIRમાં આરોપપત્ર તૈયાર કરી રહી છે. સૂત્રોની માનીએ તો ભલે ગૌરવે રૂપિયા પરત કરી દીધા છે, પરંતુ તેણે ગડબડ કરી હતી. આ માટે આરોપપત્ર દાખલ કરવામાં આવી રહ્યું છે. કોર્ટ આ અંગે આગળ નિર્ણય કરશે કે તેની પર એક્શન થશે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.