ETV Bharat / bharat

Chanra Shekhar Azad Birth anniversary: ભારતના આ વીરે કઈ રીતે અંગ્રેજોની ઉંઘ હરામ કરી હતી, જાણો

જ્યારે પણ આઝાદીના ઈતિહાસની વાત આવે છે ત્યારે વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)નું નામ ખૂબ જ માનથી લેવામાં આવે છે. આઝાદીની લડાઈ લડનારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)ની આજે જયંતી છે. અંગ્રેજો પણ ચંદ્રશેખર આઝાદના (Chandra Shekhar Azad) નામથી કાંપતા હતા. પોતાના બિન્દાસ અંદાજમાં ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad) માત્ર 14 વર્ષની ઉંમરે જ આઝાદીની લડાઈમાં સામેલ થઈ ગયા હતા. આજે સંપૂર્ણ દેશ તેમના જન્મદિવસે તેમને યાદ કરી રહ્યો છે.

author img

By

Published : Jul 23, 2021, 11:42 AM IST

  • આઝાદીની લડાઈના વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની (Chandra Shekhar Azad) આજે જન્મજયંતિ
  • વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના (Chandra Shekhar Azad) નામથી અંગ્રેજો પણ કાંપતા હતા
  • ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad) માત્ર 14 વર્ષની વયે જ આઝાદીની લડાઈમાં સામેલ થઈ ગયા હતા

હૈદરાબાદઃ આઝાદીની લડાઈના ક્રાંતિકારીઓમાથી એક ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)ની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના અલિરાજપૂર જિલ્લાના ઝાબુઆમાં 23 જુલાઈ 1906ના રોજ થયો હતો. જ્યાં તેમનો જન્મ થયો તે જગ્યા હવે આઝાદનગર (Azadnagar) નામથી ઓળખાય છે. આઝાદે બાળપણથી જ નિશાનબાજી (Shooting) શિખી લીધી હતી. ચંદ્રશેખર ફક્ત 14 વર્ષની વયે વર્ષ 1921માં મહાત્મા ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. અચાનક ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલનને બંધ કરવાથી તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું હતું. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (Hindustan Republican Association)ના સક્રિય સભ્ય બની ગયા હતા.

આ પણ વાંચોઃ Mangal Pandey Birth Anniversary : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી હતા મંગલ પાંડે

જજે નામ પૂછ્યું તો કહ્યું 'આઝાદ'

ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)ની 14 વર્ષની વયે જ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જેલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમને જજની સામે રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે જજે તેમનું નામ પૂછ્યું તો તેમણે કહ્યું, 'આઝાદ'. પિતાનું નામ પૂછ્યું તો કહ્યું, 'સ્વતંત્રતા'. જ્યારે ચંદ્રશેખરને તેમનું સરનામું પૂછવામાં આવ્યું તો તેમણે નીડર થઈને કહ્યું હતું કે, જેલ. જવાબ સાંભળીને જજે તેમને 15 કોડા મારવાની સજા સંભળાવી હતી. ચંદ્રશેખરની પીઠ પર જ્યારે કોડા પડી રહ્યા હતા. તે સમયે તેઓ 'વંદે માતરમ્'ના નારા લગાવી રહ્યા હતા. એ જ દિવસથી તેમના સાથી તેમને આઝાદના નામથી બોલાવવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ Nelson Mandela : રંગભેદની બેડીઓ તોડીને દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનનારા 'ગાંધી'

નિશાનબાજીમાં ખૂબ જ હોંશિયાર હતા

વર્ષ 1922માં ચૌરી ચૌરા કાંડ (Chauri Chaura scandal) પછી ગાંધીજીએ આંદોલન પરત લઈ લીધું તો દેશના અનેક નવયુવાનોની જેમ ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)નો પણ કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો હતો. ત્યારબાદ પંડિત રામપ્રસાદ બિસ્મિલ (Pandit Ramprasad Bismil), શચિન્દ્રનાથ સાન્યાલ (Sachindranath Sanyal), યોગેશચંદ્ર ચેટર્જી (Yogeshchandra Chatterjee)એ વર્ષ 1924માં ઉત્તર ભારતના ક્રાંતિકારીઓને લઈને એક દળ હિન્દુસ્તાની પ્રજાતાંત્રિક સંઘ (Democratic Union of Hindustan)નું નિર્માણ કર્યું. આ સંગઠનની ચંદ્રશેખર આઝાદે પણ સભ્યતા લીધી હતી. ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન (HRA) સાથે જોડાયા પછી તેમનું જીવન બદલાઈ ગયું હતું.

આઝાદે કાકોરી કાંડ પછી અંગ્રેજોની ઉડાવી ઉંઘ

ચંદ્રશેખર આઝાદે ત્યારબાદ અન્ય ક્રાંતિકારીઓને લઈને સરકારી ખજાનો લૂંટવાનું શરૂ કર્યું હતું. 9 ઓગસ્ટ 1925એ રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદે સાથી ક્રાંતિકારીઓની સાથે મળીને કાકોરી કાંડને અંજામ આપ્યો. તેમણે બ્રિટિશ ખજાનાની લૂંટ ઐતિહાસિક કાકોરી ટ્રેન લૂંટ (Kakori train robbery)ને અંજામ આપ્યો. આ ઘટના પછી તો અંગ્રેજોની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

લાલા લાજપત રાય (Lala Lajpat Rai)ની મોતનો લીધો બદલો

અંગ્રેજોએ લાલા લાજપત રાયને (Lala Lajpat Rai) માર મારી તેમની હત્યા કરી હતી. તેમના મોતથી ક્રાંતિકારીઓ વધુ રોષમાં જોવા મળ્યા હતા. વર્ષ 1928માં ચંદ્રશેખર આઝાદે લાહોરમાં બ્રિટિશ પોલીસ ઓફિસર એસ. પી. સોન્ડર્સને ગોળી મારી લાલા લાજપત રાયની (Lala Lajpat Rai) મોતનો બદલો લીધો હતો. આ કાંડથી અંગ્રેજ સરકાર કડકાઈ પર આવી ગઈ હતી. આઝાદ આટલા પર જ ન રોકાયા. તેમણે લાહોરની દિવાલ પર ખૂલ્લેઆમ પોસ્ટર્સ પણ લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, લાલા લાજપત રાયની (Lala Lajpat Rai) મોતનો બદલો લઈ લીધો છે. આઝાદ હંમેશા કહેતા હતા કે, તેઓ 'આઝાદ છે અને આઝાદ રહેશે'. તેઓ કહેતા હતા કે, તેમને અંગ્રેજ સરકાર ક્યારેય જીવતો નહીં પકડી શકે અને ન ગોળી મારી શકશે.

આઝાદે પોતાની પિસ્તોલથી પોતાને જ ગોળી મારી હતી

અંગ્રેજ સરકારની નાકમાં દમ કરી દેનારા આઝાદને 27 ફેબ્રુઆરી 1931ના દિવસે અંગ્રેજ પોલીસે અલ્હાબાદ (પ્રયાગરાજ)ના અલ્ફ્રેડ પાર્કમાં ચારે તરફથી ઘેરી લીધા હતા. આઝાદે 20 મિનીટ સુધી અંગ્રેજ પોલીસનો સામનો કર્યો હતો. તે દરમિયાન તેમણએ પોતાના સાથીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે તેમની પાસે માત્ર એક ગોળી બચી હતી તો તેમણે તે ગોળી પોતાને મારી હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે, તેમને ક્યારેય પણ અંગ્રેજ પોલીસ જીવતો નહીં પકડી શકે. આ રીતે, ચંદ્રશેખર આઝાદે પોતાનો સંકલ્પ પૂરો કર્યો. જે પાર્કમાં ચંદ્રશેખર આઝાદ હંમેશા માટે આઝાદ થઈ ગયા આજે તે પાર્કને ચંદ્રશેખર આઝાદ પાર્કના (Chandra Shekhar Azad Park)નામથી ઓળખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.