- સુરંગમાં મળ્યા 3 મૃતદેહ, બચાવ કાર્ય યથાવત
- પાવર પ્રોજેક્ટની ટનલમાં હજી પણ બચાવ અભિયાન યથાવત
- ટનલમાં 35થી 40 લોકો ફંસાઇ હોવાની સંભાવાના
ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં 7 ફ્રેબુઆરીના રોજ ગ્લેશિયર તૂટતા પ્રલય આવ્યો હતો.જે બાદ તબાહી સર્જાઇ હતી, આ ઘટનામાં બે પાવર પ્રોજેક્ટસને નુકસાન પહોંચ્યો હતો.તપોવનમાં NTPCના પાવર પ્રોજેક્ટની ટનલમાં બચાવ અભિયાન યથાવત છે.અહીં અક ટનલમાં 35થી 40 લોકો ફંસાઇ હોવાની સંભાવાના છે. જોકે ટનલમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા.ચમોલીની DM સ્વાતી ભદોરિયાએ જણાવ્યું કે, તપોવનમાં સર્ચ ઓપરેશન ચાલું છે.
BRO ડાયરેક્ટર જનરલ દ્વારા બચાવ કામગીરીની સમીક્ષા
BROના ડાયરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ ગ્લેશિયર તૂટવાથી જે તબાહી સર્જાઇ હતી તેના બાદ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યો જેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી.30 થી વધુ લોકો તપોવન વિષ્ણુગાડ પાવર પ્રોજેક્ટ ટનલની અંદર ફસાયેલા છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૌધરી રાહત, બચાવ કાર્યોની સમીક્ષા કરવા માટે જોશીમઠ પહોંચ્યા હતા.
યૂપીના 64 લોકો હજુ પણ લાપતા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં 7 ફ્રેબુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાથી પ્રલય આવ્યો હતો.જેમાં ઉત્તરપ્રદેશમાં 64 લોકો હજુ પણ લાપતા છે અને 5 લોકોના મોત નિપજ્યા છે.ઉત્તર પ્રદેશના રાહત કમિશ્નર સંજય ગોયલે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, “ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાના કારણે 13 ફેબ્રુઆરી સુધીમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 64 લોકો હજી ગુમ છે, જ્યારે રાજ્યના 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. "