ETV Bharat / bharat

રેમડેસીવીર ઇન્જેક્શનના નિકાસ પર ભારતે લાદ્યો પ્રતિબંધ - કોવિડ -19

દેશમાં કોરોનાની મહામારી ઝડપથી વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ મૂકી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત જોવા મળી રહી હતી. જેના કારણે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

COVID-19
COVID-19
author img

By

Published : Apr 12, 2021, 7:32 AM IST

Updated : Apr 12, 2021, 8:45 AM IST

  • કોરોનાના વધતાં કેસો વચ્ચે મોદી સરકારનો નિર્ણય
  • રેમડેસીવીરના નિકાસ પર પ્રતિબંધ મૂકાયો
  • સરકાર દર્દીઓ અને હોસ્પિટલો સુધી સરળતાથી ડ્રગ મળે તેની વ્યવસ્થા કરશે

નવી દિલ્હી: કોવિડ -19ના કેસોમાં વધારાને કારણે રેમડેસીવીરની માગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રવિવારે કહ્યું હતું કે, પરિસ્થિતિ સુધરતા સુધી એન્ટી-વાયરલ ઇન્જેક્શન અને તેની સક્રિય દવા સામગ્રી (એપીઆઈ) ના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રેમડેસીવીર ઇન્જેક્શનના નિકાસ પર ભારતે મૂક્યો પ્રતિબંધ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ સિવાય દવાની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકોને તેમની વિક્રેતાઓ અને વિતરકોની માહિતી તેમની વેબસાઇટ પર પ્રદર્શિત કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ

રાજ્યના આરોગ્ય સચિવો રેમડેસીવીર ઇન્જેક્શન અંગે સમીક્ષા કરશે

દવા નિરીક્ષકો અને અન્ય અધિકારીઓને સ્ટોકની ચકાસણી કરવા, ગેરરીતિઓની તપાસ કરવા અને તેના હોર્ડિંગ અને કાળી બજારીને રોકવા માટે અન્ય અસરકારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યોના આરોગ્ય સચિવો સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિરીક્ષકો સાથે આ બાબતની સમીક્ષા કરશે.

રેમડેસીવીર ઇન્જેક્શનની માગ વધી

મંત્રાલયે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં 11 એપ્રિલ સુધીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 11.08 લાખ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આને કારણે કોવિડ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માગ ઝડપથી વધી છે.

ભારતમાં કોરોના

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,52,879 નવા કેસ નોંધાયા બાદ સેન્ટ્રલ હેલ્થ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રવિવારે કેસની સંખ્યા વધીને 1,33,58,805 થઈ ગઈ છે. તે જ સમયગાળામાં 839 મૃત્યુ બાદ મૃત્યુઆંક 1,69,275 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: રેમડેસીવીર મુદ્દે રાજકારણ : સીઆર પાસે ઇન્જેક્શન!!! CM અજાણ, વિપક્ષના પ્રહાર

ભારત વિશ્વનો ચોથો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ

સક્રિય કેસની સંખ્યા વધારીને 11,08,087 કર્યા બાદ ભારત હવે વિશ્વનો ચોથો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ બની ગયો છે. દરમિયાન 90,584 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 1,20,81,443 પર પહોંચી ગઈ છે અને રિકવરી રેટ 90.44 ટકા થઈ ગયો છે.

અનેક રાજ્યોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કોવિડ -19 ના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે.

રેડમેસીવીર મામલે રાજકારણમાં ગરમાવો

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે કારણે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે, છ છ કલાક લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને ઇન્જેક્શન મળતા નથી. જે વચ્ચે સી. આર. પાટીલે સુરત શહેરમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ અને આપે પાટીલ અને ભાજપની આકરી ટીકા કરી અનેક આક્ષેપો કર્યા હતા.

Last Updated : Apr 12, 2021, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.