નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી (Russia Attack Ukraine) શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત તેના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂર્વી યુરોપીયન દેશમાંથી મદદ કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત યુક્રેનમાં "ઝડપથી બદલાતી" પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીયોને કેવી રીતે મદદ કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
-
All those who are travelling to Kyiv, incl those travelling from western parts of Kyiv, are advised to return to their respective cities temporarily, especially towards safer places along the western bordering countries: Embassy of India in Kyiv, Ukraine #RussiaUkraineConflict pic.twitter.com/QAxAdK0FQ4
— ANI (@ANI) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">All those who are travelling to Kyiv, incl those travelling from western parts of Kyiv, are advised to return to their respective cities temporarily, especially towards safer places along the western bordering countries: Embassy of India in Kyiv, Ukraine #RussiaUkraineConflict pic.twitter.com/QAxAdK0FQ4
— ANI (@ANI) February 24, 2022All those who are travelling to Kyiv, incl those travelling from western parts of Kyiv, are advised to return to their respective cities temporarily, especially towards safer places along the western bordering countries: Embassy of India in Kyiv, Ukraine #RussiaUkraineConflict pic.twitter.com/QAxAdK0FQ4
— ANI (@ANI) February 24, 2022
ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી
કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (Indian Embassy Advisory) જારી કરી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તમે અત્યારે જ્યાં પણ છો, શાંતિ અને સલામતીથી જીવો. પછી તે તમારું ઘર હોય, હોસ્ટેલ હોય કે બીજે ક્યાંય. યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી જારી કરતાં વધુમાં જણાવ્યું હતું કે, "જે કોઈ કિવની યાત્રા કરી રહ્યું છે, તેમને તેમના વતન પરત ફરવાનું સૂચન કરવામાં આવે છે."
-
#WATCH | MEA control room in Delhi being expanded and made operational on a 24x7 basis to assist the students and other Indian nationals in Ukraine, amid #RussiaUkraineConflict pic.twitter.com/mEzVsSxtQ3
— ANI (@ANI) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | MEA control room in Delhi being expanded and made operational on a 24x7 basis to assist the students and other Indian nationals in Ukraine, amid #RussiaUkraineConflict pic.twitter.com/mEzVsSxtQ3
— ANI (@ANI) February 24, 2022#WATCH | MEA control room in Delhi being expanded and made operational on a 24x7 basis to assist the students and other Indian nationals in Ukraine, amid #RussiaUkraineConflict pic.twitter.com/mEzVsSxtQ3
— ANI (@ANI) February 24, 2022
અમારું સંપૂર્ણ ધ્યાન ભારતીય નાગરિકો
આ સાથે તેમણે કહ્યું કે, આ સિવાય અન્ય માહિતી માટે વધુ સૂચનો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. અમે ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારું સંપૂર્ણ ધ્યાન ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી પર છે. સૂત્રોએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલય દ્વારા થોડા દિવસો પહેલા સ્થાપિત કરાયેલા કંટ્રોલ રૂમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે અને તેને 24 કલાક કામકાજના ધોરણે ચલાવવામાં આવી રહ્યો છે.
ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર
યુક્રેનની એરસ્પેસ બંધ હોવાથી ભારતીય દૂતાવાસના સ્ટાફ સહિત ભારતીયોને પરત લાવવા માટે વિશેષ વિમાન મોકલવામાં આવે તેવી શક્યતા નથી. આ સાથે સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન (Ukraine Helpline for Indian) નંબર પણ જારી કર્યા છે. આ ટોલ ફ્રી નંબરો છે જેના દ્વારા વર્તમાન પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવી શકાય છે.
ફોન નંબર્સ: 1800118797, +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905.
સરકારે મદદ માટે situationroom@mea.gov.in મેઇલ આઈડી પણ જારી કરી છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં હાજર 20 હજાર ભારતીય નાગરિકોમાંથી હજુ સુધી માત્ર થોડા જ ભારત પરત આવ્યા છે. વિદ્યાર્થીઓ સહિત ઘણા લોકો હજુ પણ દેશમાં અટવાયેલા છે. તે જ સમયે, ભારતે અત્યાર સુધી યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરતું કોઈ નિવેદન બહાર પાડ્યું નથી અને આ બાબતે મૌન અને તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે.
આ પણ વાંચો: Russia Ukraine Crisis: શા માટે રશિયા યુક્રેનને દબાવી રહ્યું છે, જાણો કોની કેટલી તાકાત...
યુક્રેનમાં અત્યારે 15 હજાર ભારતીયો
સૂત્રોએ જણાવ્યું કે, સરકાર ત્યાં ભારતીયોને મદદ કરવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વિષય પર અનેક સ્તરે બેઠકો યોજાઈ રહી છે. અનુમાન મુજબ, યુક્રેનમાં અત્યારે 15 હજાર ભારતીયો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી ત્યારે યુક્રેનની સ્થિતિ વધુ વણસી રહી છે. આનાથી બંને દેશો વચ્ચે સંપૂર્ણ સૈન્ય સંઘર્ષની શક્યતા અંગે ચિંતા વધી છે.
આ પણ વાંચો: જે દેશો એક બીજાના હતા ગાઢ મિત્ર, એ કઈ રીતે બન્યા દુશ્મન, 30 વર્ષમાં બદલાઈ સ્થિતિ...
હુમલાથી યુરોપમાં મોટું યુદ્ધ શરૂ થઈ શકે
યુક્રેનના રાષ્ટ્રપતિ બ્લોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે, આ હુમલાથી યુરોપમાં મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારના કેટલાક સભ્યો પણ આજે રાજધાનીમાં યુક્રેન એમ્બેસી પહોંચ્યા હતા. અહીં પહોંચેલી નેહા નામની યુવતીએ કહ્યું કે, મારો ભાઈ યુક્રેનમાં MBBSનો વિદ્યાર્થી છે, અમે તેની સાથે છેલ્લીવાર 2 દિવસ પહેલા વાત કરી હતી. શું મદદ કરવામાં આવી રહી છે તે જાણવા માટે હું અહીં છું.